સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં કિશોરીમેળો અને બાલિકા પંચાયત જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય સામગ્રી વિતરણ થયું.
સિહોર તાલુકાનાં સણોસરામાં સંકલિત બાળ વિકાસ યોજના તથા પુર્ણા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં કિશોરી મેળો અને બાલિકા પંચાયત જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો.
આ કાર્યક્રમમાં સંબંધિત યોજનાનાં અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય સામગ્રી વિતરણ થયું હતું.
આંગણવાડી વિભાગનાં અધિકારી હેમાબેન મહેતા સાથે સંજયભાઈ ઘાઘરેટિયા, અજયભાઈ ધોપાળ, ગુલાબબેન સાવલિયા દ્વારા કિશોરીઓ અને મહિલાઓનાં આરોગ્ય, સુપોષણ તથા સરકારની યોજનાઓ સંદર્ભે માર્ગદર્શન મળ્યું હતું. આ કાર્યક્રમમાં દીકરી વધામણાં ભેટ સામગ્રી અર્પણ કરવામાં આવેલ.