સહકારી ક્ષેત્રમાં હરહંમેશ આગળ રહેલો ખેડા જિલ્લામાં અનેક નાની મોટી સહકારી મંડળીઓ આવેલી છે. માતર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળીની તાજેતરમાં વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં મંડળીના ચેરમેન સહિત સભાસદો હાજર રહ્યા હતા. આ મંડળીએ વર્ષ 2022-23માં રૂપિયા 1.28 લાખ ઉપરાંતનો નફો કર્યો છે. આ ઉપરાંત સભાસદોને છ ટકા ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.
માતર તાલુકા મજૂર સહકારી મંડળીની 68મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળી હતી. જેમાં સામાજિક અગ્રણી ગૌતમભાઈ બ્રહ્મભટ્ટના પ્રમુખ સ્થાને મળેલી સાધરણ સભામાં સંસ્થાના મેનેજર અરુણભાઈ શર્માએ માતર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. મંડળીએ વર્ષ 2022-23 દરમિયાન કુલ રૂપિયા 1 લાખ 28 હજાર ઉપરાંત નફો કર્યો છે. સભાસદોને છ ટકા ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માતર તાલુકા મજૂર સહકારી મંડળીના ચેરમેન દિલીપભાઈ સુથાર, વાઈસ ચેરમેન ઇન્દુભાઈ ગજ્જર, રાજેન્દ્રભાઇ મિસ્ત્રી, ગુણવંતભાઈ કાછીયા, રમેશભાઈ, બચુભાઇ વણઝારા,અંબુભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહયા હતા.
આ સંસ્થા ગુજરાતની બીજા નંબરની સંસ્થા કહેવાય છે. અહીંયા આ સંસ્થાનો કોઈ સભાસદ મૃત્યુ પામે તો સંસ્થા દ્વારા અંતિમ વિધી માટે રૂપિયા 10 હજાર આપવમા આવે છે.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)