ચિરકાળ ચિરંજીવી અને કળિયુગના હાજરાહજૂર દેવ એવાં રામભક્ત હનુમાનજી મહારાજના પ્રૃથ્વિ પ્રાગટ્ય ની સમગ્ર ગોહિલવાડમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ અવસરે શહેર-જિલ્લામાં મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે ચૈત્રસુદ પૂર્ણિમા ના દિવસે મહારાજ કેસરી અને માતા અંજનાના પુત્ર પવનસુત હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લા માં સેંકડો ધાર્મિક-આધ્યાત્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા શહેરમાં હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તથા શેરીએ-ગલીએ હનુમાનજી ની દેરીઓ થી લઈને મોટા મંદિરોને રોશની તથા સુંદર શમિયાણાઓ થી શણગારવામાં આવ્યાં છે તેમજ પવનપુત્ર ની મહાપૂજા અન્નકૂટ દર્શન શણગાર સહિતના આયોજનો ઉપરાંત બટૂક ભોજન રામદરબાર સત્સંગ-કિર્તન લોક-ડાયરાઓ ના પણ આયોજનો કરવામાં આવ્યા છે અને શહેર નજીક આવેલ અધેવાડા ગામ સ્થિત પ્રાચીન ઝાંઝરીયા હનુમાનજી મંદિર ખાતે પણ ધામધૂમથી હનુમાનજી જન્મજયંતિ ની ઉજવણીઓ કરવામાં આવશે જે અંગે ની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.