વડાપ્રધાન મોદીએ આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે.
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi to shortly inaugurate India's first underwater metro rail service in Kolkata.
PM Modi was greeted by people at Mahakaran metro station, in Kolkata. pic.twitter.com/ZpnzbefmmI
— ANI (@ANI) March 6, 2024
દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો મળી
આજે દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મેટ્રોનું ઉદ્ઘાટન તેમજ અનેક અન્ય પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. કુલ મળીને વડાપ્રધાન મોદીએ બંગાળને 15400 કરોડ રૂપિયાની ભેટ આપી છે. નોંધનીય છે કે કોલકાતાની અંડરવોટર મેટ્રોની ટનલ હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન ઉપરાંત કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું છે.
કોરિડોરની ઓળખ 1971માં થઈ હતી
મેટ્રો રેલ અનુસાર, આ કોરિડોરની ઓળખ 1971માં શહેરના માસ્ટર પ્લાનમાં કરવામાં આવી હતી. મેટ્રો રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કૌશિક મિત્રાએ જણાવ્યું હતું કે હાવડા અને કોલકાતા પશ્ચિમ બંગાળના બે સદીઓ જૂના ઐતિહાસિક શહેરો છે અને આ ટનલ હુગલી નદીની નીચેથી આ બંને શહેરોને જોડશે.
આ મેટ્રો પ્રોજેક્ટની 10 ખાસ વિશેષતાઓ પર કરો એક નજર..
1- કોલકાતા મેટ્રોનો હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શન ખૂબ જ ખાસ છે, કારણ કે આ સેક્શનમાં ટ્રેન પાણીની નીચે દોડશે. હાવડા મેટ્રો સ્ટેશન ભારતનું સૌથી ઊંડું સ્ટેશન પણ છે.
2- હાવડા મેદાન-એસ્પ્લેનેડ વિભાગ હુગલી નદીની નીચે બાંધવામાં આવ્યો છે. હાવડા અને સોલ્ટ લેક શહેરો હુગલી નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠે આવેલા છે.
3- એપ્રિલ 2023 માં કોલકાતા મેટ્રોએ ટ્રાયલ તરીકે હુગલી નદીની નીચે ટનલમાં ટ્રેન દોડાવીને ઇતિહાસ રચી દીધો હતો, આવું ભારતમાં પ્રથમ વખત બન્યું હતું.
4- આ સેક્શન 4.8 કિલોમીટર લાંબો છે જે હાવડા મેદાનને એસ્પ્લેનેડથી જોડશે. તેમાં હાવડા મેદાનને પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર હેઠળ સોલ્ટ લેક સેક્ટર V સાથે જોડશે.
5- અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે આ મેટ્રો હુગલી નદીની નીચે 520 મીટરનું અંતર માત્ર 45 સેકન્ડમાં કાપશે.
6- એસ્પ્લેનેડ અને સિયાલદાહ વચ્ચે પૂર્વ-પશ્ચિમ એલાયમેન્ટનો ભાગ હજુ નિર્માણાધીન હેઠળ છે. જો કે, સોલ્ટ લેક સેક્ટર V થી સિયાલદહ સુધીનો વિસ્તાર પહેલેથી ઉપયોગમાં છે.
7- મેટ્રો ઓટોમેટિક ટ્રેન ઓપરેશન (ATO) સિસ્ટમથી ચાલશે. મતલબ કે મેટ્રો ડ્રાઈવર દ્વારા એક બટન દબાવ્યા બાદ ટ્રેન આપોઆપ આગલા સ્ટેશન પર પહોંચી જશે.
8- ઈસ્ટ-વેસ્ટ મેટ્રોના કુલ 16.6 કિલોમીટરમાંથી 10.8 કિલોમીટરનો હિસ્સો ભૂગર્ભમાં બનાવાયો છે, જેમાં હુગલી નદીની નીચેની ટનલ પણ સામેલ છે. બાકીનો ભાગ જમીન ઉપર છે.
9- કોલકાતા મેટ્રોનો હેતુ જૂન અથવા જુલાઈની આસપાસ સોલ્ટ લેક સેક્ટર V અને હાવડા મેદાન વચ્ચેના સમગ્ર પૂર્વ-પશ્ચિમ માર્ગ પર વ્યવસાયિક કામગીરી શરૂ કરવાનો છે.
10- અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાણીની અંદરની મેટ્રોમાં લોકોને 5G ઇન્ટરનેટની સુવિધા પણ મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ટનલમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શકશે નહીં.