1. સવારે ખાલી પેટે યોગ્ય હેલ્ધી ડ્રિંક પીવું જોઈએ
વજન ઘટાડવા માટે ઘણા લોકો અલગ અલગ રીતો અપનાવે છે પરંતુ હેલ્ધી ડ્રિંકથી સવારની શરૂઆત કરવા જેટલું સરળ અને ફાયદાકારક બીજું કંઈ નથી. સવારે ખાલી પેટે યોગ્ય હેલ્થી ડ્રિંક પીવાથી મેટાબોલિઝમ સારું રહેવાની સાથે વજન ઓછું કરવામાં પણ ઘણી મદદ મળે છે.
2. નવશેકું પાણી
હૂંફાળું પાણી આ સૌથી સરળ અને અસરકારક રસ્તો છે. સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે અને વજન ઓછું કરવામાં મદદ પણ કરે છે.
3. ગ્રીન ટી
ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે ગ્રીન ટીમાં હાજર કેટેચિન નામનું તત્વ મેટાબોલિઝમ વધારે છે, જેના કારણે શરીર ઝડપથી કેલેરી બર્ન કરે છે.
4. મેથીનું પાણી
મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વારંવાર ભૂખ લાગતી અટકાવે છે. સાથે જ મેથીનું પાણી પણ પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
5. આદુનું પાણી
આદુ શરીરની એકઠી થયેલી ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં થોડું આદુ ભેળવી પીવાથી પાચનક્રિયા ઝડપી બને છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર પણ નિયંત્રિત રહે છે.
6. ફક્ત હેલ્ધી ડ્રિંક પીવાથી વજન નથી ઘટતું
ખાસ ધ્યાન રાખજો કે ફક્ત સવારે હેલ્ધી ડ્રિંક પીવાથી વજન નથી ઘટતું, આ સાથે સંતુલિત આહાર અને નિયમિત કસરત પણ મહત્વપૂર્ણ છે. સાથે જ દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ભૂલશો નહીં.