ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને સમર્પિત આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાબીજેપી સંગઠનએ ઉત્કૃષ્ટ આયોજન તથા સંગઠન શક્તિનું દેશને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.
કાર્યક્રમના આયોજનમાં નર્મદા જિલ્લા ભાજપ સંગઠન, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ તથા સમગ્ર જિલ્લા ટીમે દ્વારા એકતા, શિસ્ત અને સુવ્યવસ્થિત મેનેજમેન્ટનો ઉત્તમ પરિચય આપવામાં આવ્યો. મુખ્ય નેતાઓના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓએ ગ્રામ્ય સ્તરેથી લોકોના જંગી આવકારની વ્યવસ્થા કરી, જેના પરિણામે કાર્યક્રમમાં અપેક્ષા કરતા બમણા લોકો ઉપસ્થિત રહ્યા.
ડેડીયાપાડાએ આજે સાચા અર્થમાં પ્રધાનમંત્રીને વધાવી લીધા. વ્યવસ્થાપન, માર્ગદર્શન, મહેમાનનવાજી, ટ્રાફિક અને પ્રોટોકોલ સહિત દરેક ક્ષેત્રે ટીમે ઉદાહરણરૂપ કામગીરી કરી. ખાસ કરીને જિલ્લા પ્રમુખ શ્રી નીલભાઈ રાવના સુકાન હેઠળ પાર્ટીના કાર્યકર્તાઓએ ઉમંગ, ઉત્સાહ અને જવાબદારીપૂર્વક કાર્યક્રમનું સંચાલન કરી સંગઠનની મજબૂતાઈ સાબિત કરી.
નર્મદા જિલ્લા ભાજપા સંગઠન દ્વારા આ સફળ આયોજન રાજ્યભરમાં પ્રશંસનીય બન્યું છે. જિલ્લા ટીમે બતાવ્યું કે સશક્ત નેતૃત્વ અને કાર્યકર્તાઓની એકતા દ્વારા કોઈપણ કાર્યક્રમને યાદગાર બનાવી શકાય છે.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel