15 નવેમ્બરના રોજ વડા પ્રધાન મોદી ગુજરાત પહોંચ્યા છે. તેમણે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી છે અને ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી છે. તેમણે ડેડીયાપાડાથી આદિવાસી પટ્ટા માટે ₹9,700 કરોડની વિકાસકાર્યોની ભેટ પણ આપી છે. આ સાથે તેમણે ડેડીયાપાડામાં સભાને સંબોધિત કરીને ભગવાન બિરસા મુંડાને યાદ પણ કર્યા છે. આદિવાસીઓને અવગણવાને લઈને તેમણે કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી.
સંબોધનમાં તેમણે ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે દેશમાં જ્યારે પણ જરૂર પડી ત્યારે આદિવાસી સમાજ હંમેશા આગળ રહ્યો છે અને સ્વતંત્રતા સંગ્રામ તેનું ઉદાહરણ છે. તેમણે એવું પણ કહ્યું છે કે આદિવાસી શૂરવીરોએ સ્વતંત્રતા માટે પોતાનું લોહી વહેવડાવ્યું છે. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનને ભૂલવું ન જોઈએ. પણ સ્વતંત્રતા બાદ એક જ પરિવારની વાહવાહીમાં બધુ ભુલાવાયું. તેમણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પહેલા વડા પ્રધાન છે, જેમણે બિરસા મુંડાનાં ઘરની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં થયેલા વિકાસના કામો પણ યાદ કરાવ્યા હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે NDAએ હંમેશા આદિવાસીઓને શીર્ષ પદો આપ્યા છે, દેશનાં રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે.
भगवान बिरसा मुंडा जी की 150वीं जयंती पर गुजरात के नर्मदा जिले में आयोजित जनजातीय गौरव दिवस समारोह को संबोधित कर रहा हूं। https://t.co/XgqkT3YBWj
— Narendra Modi (@narendramodi) November 15, 2025
આ સાથે તેમણે કહ્યું કે આજે શ્રી ગોવિંદ ગુરુ આદિવાસી ભાષા સંવર્ધન કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આદિવાસી ગૌરવ દિવસ લાખો આદિવાસી ભાઈ-બહેનો સાથે થયેલા અન્યાયને યાદ કરવાનો અવસર આપે છે. છ દાયકા સુધી દેશ પર શાસન કરનાર કોંગ્રેસે આદિવાસીઓને તેમના ભાગ્ય પર છોડી દીધા હતા.
તેમણે આગળ કહ્યું કે આજે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 10,000થી વધુ વિજ્ઞાન પ્રવાહ સાથેની શાળાઓ છે. તેમણે એ પણ યાદ કર્યું કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં પહેલી વખત આદિવાસી સમુદાયો માટે એક અલગ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે તેમણે કહ્યું કે તેમની સરકાર હંમેશા વંચિતોને પ્રાથમિકતા આપવાના વિઝન પર કામ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel