ઇન્કમટેક્સ વિભાગે લાખો પગારદાર કરદાતાઓ અને કર્મચારીઓને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ રેંટ ફ્રી હોમ સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારોને લઈને સૂચનાઓ બહાર પાડી છે. નવા નિયમના અમલ પછી કર્મચારીઓની ટેક હોમ એટલે કે હાથમાં પગારમાં વધારો થશે. ગઈકાલે જારી કરાયેલા નોટિફિકેશનમાં CBDTએ કર્મચારીઓને આપવામાં આવેલા રેંટ ફ્રી હોમ અંગે જણાવ્યું હતું કે નવા ફેરફારો આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે.
નિયમો લાગુ થયા બાદ વેલ્યુએશનમાં ફેરફાર થશે
કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાય એવા કિસ્સામાં જ્યાં તેઓને અધૂરા રહેઠાણ પૂરું પાડવામાં આવે છે. તેમની માલિકી એમ્પ્લોયર પર રહે છે. નિયમો લાગુ થયા બાદ વેલ્યુએશનમાં ફેરફાર થશે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પગારના 10 ટકા. અગાઉ વર્ષ 2001ની વસ્તી ગણતરી મુજબ 25 લાખની વસ્તીવાળા શહેરોમાં તે પગારના 15 ટકા જેટલો હતો. 40 લાખથી ઓછી 15 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં તે પગારના 7.5 ટકા જેટલો હતો. પહેલા 2001ની વસ્તીના આધારે તે 10થી 25 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં 10 ટકા હતી. આ નવા મૂલ્યાંકનના આધારે કર્મચારીઓનો ઇન-હેન્ડ પગાર વધશે.
કર્મચારિયોને કેવી રીતે મળશે લાભ
હવે આને સરળ ભાષામાં સમજીએ કે કર્મચારીઓને આ ફેરફારનો લાભ કેવી રીતે મળી શકે છે. ધારો કે કર્મચારી એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલા મકાનમાં રહે છે. તે માટેની ગણતરી હવે નવા ફોર્મ્યુલા હેઠળ કરવામાં આવશે. કારણ કે દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે કુલ પગારમાંથી ઓછી કપાત થશે, જેના કારણે કર્મચારીઓનો ઇન-હેન્ડ પગાર દર મહિને વધશે.નિષ્ણાતોનું કહેવું છે કે નવો નિયમ લાગુ થયા બાદ એક તરફ કર્મચારીઓ માટે બચત થશે તો બીજી તરફ સરકારની આવકમાં ઘટાડો થઈ શકે છે. વધુ આવક ધરાવતા કર્મચારીઓને આનો વધુ ફાયદો થશે, જેમને વધુ મોંઘા મકાન મળે છે.