ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, Ministry of Environment, Forest and Climate Change અને Wildlife Institute of Indiaના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. કચ્છના અબડાસા વિસ્તારમાં લગભગ એક દાયકાના અંતરાલ બાદ દુર્લભ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ)ના બચ્ચાનો જન્મ થયો છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ આ ઘટનાને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી અને જણાવ્યું કે આ સફળતા સંરક્ષણ ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થશે.
સંયુક્ત પ્રયાસોથી મળી મોટી સફળતા
મંત્રીએ જણાવ્યું કે ગુજરાત વન વિભાગએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આ સફળતા બદલ કેન્દ્રના વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવએ પણ તમામ સંકળાયેલા વિભાગોને અભિનંદન પાઠવ્યા.
𝘾𝙖𝙣'𝙩 𝙈𝙞𝙨𝙨! A Historic Conservation Success Story from Gujarat’s Soil.
𝗔𝗳𝘁𝗲𝗿 𝗻𝗲𝗮𝗿𝗹𝘆 𝗮 𝗱𝗲𝗰𝗮𝗱𝗲, a chick of the endangered Great Indian Bustard has been born in Kutch through a special conservation effort.
This success became possible through coordination… pic.twitter.com/6a8yzd3FVN
— Harsh Sanghavi (@sanghaviharsh) March 28, 2026
‘Jumpstart Approach’થી શક્ય બન્યું સંરક્ષણ
આ અભૂતપૂર્વ સફળતા પાછળ ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ નામની આધુનિક સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2016માં શરૂ કરાયેલા ‘Project GIB’ અંતર્ગત આ પ્રયાસોને નવી દિશા મળી છે.
આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી થઈ હતી, જેમાં ઘોરાડના કુદરતી રહેઠાણોના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજસ્થાનથી કચ્છ સુધી ફલિત ઈંડાની અનોખી યાત્રા
ઘોરાડની વસ્તીમાં નર પક્ષીઓની અછતને કારણે કચ્છમાં માદા ઘોરાડ દ્વારા મૂકાતા ઈંડા અફલિત રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે રાજસ્થાનના સેમ અને રામદેવરા સ્થિત બ્રીડિંગ સેન્ટરમાંથી ફલિત ઈંડું લાવવામાં આવ્યું.
આ ઈંડાને પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં 19 કલાક સુધી સુરક્ષિત રીતે રોડ મારફતે કચ્છ લાવવામાં આવ્યું. ત્યારબાદ 22 માર્ચે આ ઈંડું માદા ઘોરાડના માળામાં મુકવામાં આવ્યું અને કુદરતી રીતે તેનું સેવન થયું.
26 માર્ચે તંદુરસ્ત બચ્ચાનો જન્મ
26 માર્ચે આ ઈંડામાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો, જે સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે. હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
વન્યજીવન સંરક્ષણ માટે પ્રેરણાદાયી ક્ષણ
આ સફળતા વૈજ્ઞાનિકો, વન વિભાગના અધિકારીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે ગર્વની ક્ષણ બની છે. આ ઘટના ભારતના વન્યજીવ સંરક્ષણ પ્રત્યેના પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel