જમ્મુ-કાશ્મીરમાંથી ફરી એકવાર દેશને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડામાં મંગળવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન અને 4 જવાનો શહીદ થયા હતા. દુર્ગમ વિસ્તાર અને ગાઢ જંગલો વચ્ચે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગુપ્ત રીતે જવાનો પર હુમલો કર્યો જેમાં 4 બહાદુર જવાનો શહીદ થયા. હવે સેના દ્વારા તમામ બહાદુર શહીદોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
#WATCH | Siliguri, West Bengal: Yogesh Thapa, uncle of Captain Brijesh Thapa, who lost his life in an encounter in J&K's Doda, remembers his nephew.
He says, "… He was killed in action last night in Doda. We are waiting for his body to arrive, after which we will go to… pic.twitter.com/AWqAwd6YA5
— ANI (@ANI) July 16, 2024
કેપ્ટન બ્રિજેશ થાપા શહીદ
ડોડામાં આતંકીઓ સામે લડતા ભારતીય સેનાના કેપ્ટન બ્રિજેશ થાપા શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, થાપા સેકન્ડ જનરેશનના આર્મી ઓફિસર હતા. તેમના પિતા કર્નલ ભુવનેશ થાપા સેનામાંથી નિવૃત્ત છે અને બહેન નેપાળી ગાયિકા છે. તે સિલીગુડીમાં રહે છે. બ્રિજેશ થાપા વર્ષ 2019માં ભારતીય સેનામાં જોડાયા હતા.
કોણ કોણ શહીદ થયા?
કેપ્ટન બ્રિજેશ થાપા
નાયક ડી રાજેશ
કોન્સ્ટેબલ બિજેન્દ્ર
કોન્સ્ટેબલ અજય