કેન્દ્રીય માર્ગ પરિવહુનું અને ધરમ મંત્રી નિતિન ગડકરીએ શક્રવારે ભારત-છત્રપતિ પોસ્ટર લોંચ કર્યું હતું. સંદીપસિંહ દિગ્દર્શિત સર્વોચ્ચ મરાઠા યોધ્ધા પર મોટા બજેટની આ ફિલ્મનાં દિગ્દર્શક સંદીપ સિંહે પોતાનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટર શેર કર્યું છે. આ તેમની પ્રથમ ફિલ્મ છે. શિવાજી મહારાજ પરની આ ફિલ્મ હિન્દી ઉપરાંત અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી ભાષાઓમાં બનશે.
સંદીપે મંત્રી સાથેની તસવીર શેર કરતા લખ્યું છે, “મારી પ્રથમ ફિલ્મ ધ પ્રાઈડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજનાં પોસ્ટર લોંચ માટે માનનીય કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો આભારી છું. 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજીની 394મી જયંતી આવી રહી છે, ત્યારે તેમનાં મહાજ જીવનને વૈશ્વિક મંચ પર લાવવાના અમારા આ મિશનનાં આપ પણ જોડાવ.
ફિલ્મ 23 જાન્યુઆરી, 2066નાં રોજ રિલીઝ થશે.”
ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરતા સંદીપસિંહે લાંબી નોટ લખી છે, આજે હું મારા જીવનની મહત્વપૂર્ણ ક્ષણમાં ઊભો છું. જ્યારે હું મારી પ્રથમ મેગા બજેટ ફિલ્મ ધ પ્રાઈડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજનાં નિર્દેશક તરીકે શરૂઆત કરી રહ્યો છું. મારા ગુરુ સંજય લીલા ભણસાલી પાસેથી પ્રેરણા લેતાં ભવ્ય ફિલ્મનું નિર્દેશન કરવાની મારી આકાંક્ષાએ છત્રપતિ શિવાજી મહારાજનાં જીવનની ગૌરવશાળી કહાનીનું અનુસરણ કરવા પ્રેરિત ક્યો.