ગુજરાત વિધાનસભાની બાકી રહેલી 14 સમિતિઓની આજે જાહેરાત થશે. સમિતિઓના બાકી રહેલા ચેરમેન અને સભ્યોની આજે જાહેરાત કરવામાં આવશે. સમિતિઓમાં કોંગ્રેસ અને આપના સભ્યોને પણ સ્થાન મળી શકે છે. સદસ્ય નિવાસ સમિતિ, વિશેષઅધિકાર સમિતિની જાહેરાત થવાની શક્યતા છે. વિધાનસભાના નિયમો, સભ્યોના ભથ્થા અંગે સમિતિઓની જાહેરાત કરવામાં આવશે. ભાજપના નવા ધારાસભ્યને વિવિધ સમિતિના ચેરમેન તરીકે જવાબદારી મળી શકે છે.
અગાઉ 19 એપ્રિલે ગુજરાત વિધાનસભાની જુદીજુદી સમિતિઓની જાહેરાત કરી હતી. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં જીતુ વાઘાણી જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જાહેર કરાયા હતા. તો મનીષા વકીલ અંદાજ સમિતિના અધ્યક્ષ જાહેર કરાયા છે. ગણપતસિંહ વસાવા જાહેર સાહસો માટેની સમિતિના અધ્યક્ષ, તો પંકજ દેસાઈને પંચાયતની રાજ સમિતિના અધ્યક્ષ જાહેર કરાયા હતા. તો જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસ અને AAPના ધારા સભ્યોને સ્થાન આપવામાં આવ્યુ હતુ.