click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર
GujaratNarmada

એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ જિલ્લાના કુલ ૧૪ આદિજાતિ નૃત્યોની પ્રસ્તુતિ માટે ઐતિહાસિક સમજૂતી કરાર

Last updated: 2026/06/27 at 11:43 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યની સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિ અને લોકવારસાના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી-SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી-GTRTS વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.

આ સમજૂતી કરારના અમલીકરણથી વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે પ્રતિમાસ બે શનિવારે ગુજરાતના વિવિધ જિલ્લાઓના આદિજાતિ કલાકારો દ્વારા કુલ ૧૪ પરંપરાગત આદિવાસી નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. જેમાં રાઠવા નૃત્ય – છોટાઉદેપુર, ગેર નૃત્ય – છોટાઉદેપુર, મેવાસી નૃત્ય – છોટાઉદેપુર, કહડિયા નૃત્ય – ડાંગ, પાવરી નૃત્ય – ડાંગ, લોક નૃત્ય – નર્મદા, હોળી નૃત્ય – નર્મદા, ગામિત ઢોલ નૃત્ય – તાપી, ચૌધરી લોક નૃત્ય – તાપી, તલવાર નૃત્ય – મહિસાગર, ટીમલી નૃત્ય – મહિસાગર, મંડળ નૃત્ય – નવસારી, તૂર નૃત્ય – નવસારી, કાહલી નૃત્ય – વલસાડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતનાં સ્થાપના દિવસ ૧ મે, વર્ષ ૨૦૨૪થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર પખવાડીએ શનિવારના રોજ રાજ્યના વિવિધ જિલ્લાના અનેક આદિજાતિ નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે, જેને પ્રવાસીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને હવે આ આયોજનને નિયમિત સ્વરૂપ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરી દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય હેતુ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને ગુજરાતની વૈવિધ્યસભર આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પરિચય કરાવવાનો છે.

ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરીએ કહ્યું હતું કે, એકતા નગર ખાતે દર પખવાડિયે શનિવારે તેમજ વિવિધ વિશેષ પ્રસંગોએ ગુજરાતના વિવિધ જિલ્લાઓના આદિજાતિ કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યકમો રજૂ કરવામાં આવશે. આ પહેલ દ્વારા રાજ્યની આદિવાસી સંસ્કૃતિને વધુ વ્યાપક ઓળખ મળશે તેમજ સ્થાનિક કલાકારોને પોતાની કળા પ્રસ્તુત કરવા માટે સશક્ત મંચ ઉપલબ્ધ થશે. ગુજરાતની આદિવાસી પરંપરા, લોકકલા અને લોકનૃત્યોને વૈશ્વિક ઓળખ અપાવતી આ પહેલ રાજ્યના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સંકલ્પને વધુ મજબૂતી પ્રદાન કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જીગર બારોટ

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, bhupendra patel, Breaking news, CM Gujarat, Ekta Nagar, Ger Dance, GTRTS, gujarat, gujarat government, Gujarat Samachar, Gujarat tourism, Gujarat Tribal Dance, Gujarat Tribal Research and Training Society, gujarati news, india news, Narendra Modi, Naresh Patel, Narmada Tourism, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, P.C. Baranda, Pavari Dance, Rathwa Dance, SoU Authority, SoU ઓથોરિટી, Statue of Unity, Timli Dance, topnews, topnewschannel, topnewschannelinindia, Tribal Artists, Tribal culture, Tribal Folk Heritage, Tribal Heritage, Vikas Bhi Virasat Bhi, આદિજાતિ સંસ્કૃતિ, આદિવાસી કલાકારો, આદિવાસી નૃત્ય, આદિવાસી લોકવારસો, એકતા નગર, ગુજરાત આદિવાસી નૃત્ય, ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી, ગુજરાત લોકકલા, ગુજરાત સમાચાર, ગુજરાત સરકાર, ગેર નૃત્ય, ટીમલી નૃત્ય, નરેશ પટેલ, નર્મદા, પાવરી નૃત્ય, પી.સી. બરંડા, પ્રવાસન સમાચાર, ભારત, ભૂપેન્દ્ર પટેલ, રાઠવા નૃત્ય, વિકાસ ભી વિરાસત ભી, સ્ટેચ્યુ ઓફ યુનિટી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘સહકાર ટેક્સી સેવા’નો પ્રારંભ, અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
Next Article પશ્ચિમ બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC લાવવાની જાહેરાત; TMCનો તીખો વિરોધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?