કરજણના યાત્રાધામ નારેશ્વર અને આસપાસના વિસ્તારોમાં રેતી ખનનને કારણે આખો દિવસ દોડતા ડમ્પર ની અડફેટે અત્યાર સુધીમાં છ થી વધુ લોકોના ભોગ લેવાયા હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.
જ્યારે જ્યારે આવા બનાવો બને અને લોકોમાં આક્રોશ થાય ત્યારે થોડા સમય માટે તંત્ર સક્રિય રહેતું હોય છે. ત્યારબાદ ફરીથી લીઝ માફીઆઓ કામે લાગી જતા હોય છે.
ગઈકાલે કંકોત્રી વેચવા નીકળેલા બાલુભાઈ વસાવાનું ડમ્પરે મોત નીપજાવતા ઝઘડિયા ના સાંસદે આવતીકાલથી ધરણાની ચીમકી આપી છે. જેને કારણે ફરી એકવાર પોલીસ તેમજ ખાણ અને ખનીજ વિભાગ ના અધિકારીઓ દોડતા થયા છે અને ઠેક ઠેકાણે ચેકિંગ શરૂ કર્યું છે.