દુનિયામાં ઘણી વસ્તુઓ એવી ઘટતી હોય છે જેના પર વિશ્વાસ ના આવે. અલગ અલગ લોકો પાસે કંઇને કંઇક ટેલેન્ટ તો હોય જ છે ઉમર પ્રમાણે તે બહાર આવતુ હોય છે. ત્યારે આંધ્રપ્રદેશની માત્ર 4 મહિનાની બાળકી કૈવલ્યાએ પોતાની આવડતથી બધાને ચોંકાવી દીધા છે.
આંધ્રપ્રદેશના રહેવાસી કૈવલ્યનું નામ તાજેતરમાં નોબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તમને સવાલ થશે કે માત્ર 4 વર્ષની આ બાળકીએ એવુ શું કરી દીધુ કે તેનું નામ નોબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ ગયુ.
આંધ્રપ્રદેશના રહેવાસી રમેશ અને હેમાની દીકરી કૈવલ્યામાં ખાસ ટેલેન્ટ છે. તેને માત્ર 4 મહિનાની ઉંમરે, 120 અલગ-અલગ વસ્તુઓને ઓળખી શકે છે. માત્ર 4 મહિનાની ઉંમરે શાકભાજી, ચિત્રો, પ્રાણીઓ અને પક્ષીઓ સહિત 120 વસ્તુઓને પોતાની દ્રષ્ટિથી ઓળખી બતાવે છે. આ ટેલેન્ટને કારણે તેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
કૈવલ્યની માતા હેમાએ સૌ પ્રથમ તેમની પુત્રીની આ પ્રતિભાને ઓળખી હતી. તેમણે વિચાર્યું કે કેમ ન કૈવલ્યનો વિડિયો બનાવીને દુનિયાને મોકલવો. હેમાએ આ વીડિયો નોબલ વર્લ્ડ રેકોર્ડને મોકલ્યો છે. નોબલ વર્લ્ડ રેકોર્ડ્સે કૈવલ્યાની પ્રતિભાની તપાસ કરી અને તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું.
કૈવલ્યને નોબલ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. કૈવલ્યએ આ રેકોર્ડ 3 ફેબ્રુઆરી 2024ના રોજ બનાવ્યો હતો. કૈવલ્યને ‘100+ ફ્લેશકાર્ડ ઓળખનાર વિશ્વનું પ્રથમ ચાર મહિનાનું બાળક’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
કૈવલ્યા શું ઓળખી શકે છે ?
કૈવલ્યાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે 120 ફ્લેશકાર્ડ ઓળખતી જોવા મળે છે. આ ફ્લેશકાર્ડમાં 12 ફૂલો, 27 શાકભાજી, 27 ફળો, 27 પ્રાણીઓ અને 27 પક્ષીઓ છે. આ વીડિયોમાં કૈવલ્યા અને તેનો પરિવાર મેડલ સાથે જોવા મળી રહ્યો છે.