ઉમરેઠ નગરમાં તસ્કરો બેફામ બનતા ઓડ ચોકડી પાસે આવેલ નમકીન એજન્સી અને જીમાર્ટ ના તાળાં તોડયા અને લૂંટ મચાવી. તસ્કરોને કોઇ મોટી રકમ ન મળતાં સીસીટીવી કેમેરાના ડીવીઆર લઈ ભાગી ગયા. રીયલ નમકીન ની એજન્સીમાં બે વર્ષમાં આ બીજી વાર ચોરી ની ઘટના થવા પામી છે. ઉમરેઠ નગરમાં વિવિધ સ્થળોએ પોલીસ પોઇન્ટ મુકવા અને નાઈટ પેટ્રોલિંગ વધારવા નગરજનોની માંગ ઉઠી રહી છે.
લોકસભા ચૂંટણીના આગલા દિવસોમાં જો હાઇવે પર આવેલ દુકાનના તાળા આવી રીતે તૂટતા હોય તો બીજે શું ન થઈ શકે તેવી ચિંતામાં ઉમરેઠના નગરજનો મુકાયા છે.