વિશ્વ હિન્દૂ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની નિવાસી બેઠક છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લાના વડતાલ ધામમાં ચાલી રહી હતી. આજરોજ આ પ્રાંત બેઠકનું સમાપન થયું. બેઠકના સમાપન સત્રમાં મુખ્ય ઉદબોધન કેન્દ્રીય સહમંત્રી ગોપાલજી નું હતું જેઓ વિહિપ ગુજરાતના પાલક અધિકારી પણ છે. ઉપરાંત ગુજરાત ક્ષેત્ર મંત્રી અશોકભાઈ રાવલ, ઉપાધ્યક્ષ અશ્વિનભાઇ પટેલ, પ્રાંત મંત્રી નલિનભાઈ પટેલ સાથે અનેક જવાબદાર વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અલગ અલગ જિલ્લામાં થી મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉત્સાહ સાથે આવ્યા હતા. બેઠકના મુખ્ય વિષય સંગઠનાત્મક મજબૂતી, સંગઠનના ગુજરાતના મુખ્ય કર્યાલયના નવીન ભાવનનું નિર્માણ અને સામાજિક સમરસ્તા જેવા રહયા. બેઠકના સમાપન બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે રાષ્ટ્ર્રધ્વજ, પંચાંગ અને કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું.