ભારતમાં 16 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાનારી ‘વસ્તી ગણતરી 2027’ હવે ટેકનોલોજી આધારિત અને ડિજિટલ સ્વરૂપમાં આગળ વધવા જઈ રહી છે. ગુજરાતમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઑપરેશન્સ દ્વારા સમગ્ર પ્રક્રિયા માટે સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
આ વખતની જનગણનામાં ડિજિટલ સિસ્ટમ, મોબાઈલ એપ અને ઓનલાઈન પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે, જેથી ડેટા વધુ સચોટ, પારદર્શક અને સુરક્ષિત રીતે એકત્રિત થઈ શકે.
બે તબક્કામાં થશે જનગણના
પ્રથમ તબક્કો (HLO):
1 જૂન થી 30 જૂન 2026
- ઘરયાદી અને ઘરગણતરી
- ઘરની સુવિધાઓ અને સંપત્તિ વિશે માહિતી
બીજો તબક્કો (PE):
9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2027
- વ્યક્તિગત માહિતી અને વસ્તી ગણતરી
- જાતિગત ગણના (Caste Census) પણ સમાવેશ
Self-Enumeration: હવે લોકો જાતે ભરી શકશે માહિતી
આ વખતની સૌથી મોટી ખાસિયત ‘Self-Enumeration’ પોર્ટલ છે.
📅 17 મે થી 31 મે 2026 દરમિયાન
🌐 https://se.census.gov.in
- 16 ભાષાઓમાં ઉપલબ્ધ
- 15–20 મિનિટમાં પ્રક્રિયા પૂર્ણ
- 11 આંકડાનો ‘SE ID’ જનરેટ થશે
પ્રથમ તબક્કામાં પૂછાશે 33 પ્રશ્નો
ઘરગણતરી દરમિયાન નીચેની માહિતી લેવામાં આવશે:
- ઘરનું માલિકી (પોતાનું/ભાડાનું)
- પાણી, શૌચાલય, ગેસ કનેક્શન
- મટિરિયલ (છત, દીવાલ, તળિયું)
- TV, ઈન્ટરનેટ, વાહન જેવી સંપત્તિ
બીજો તબક્કો: વ્યક્તિગત માહિતી
- ઉંમર, જાતિ, વૈવાહિક સ્થિતિ
- શિક્ષણ અને રોજગાર
- સ્થળાંતર અને ધર્મ
- જાતિ આધારિત ડેટા
ગુજરાતમાં વિશાળ તૈયારી
- 1.09 લાખ ગણતરીદારો
- 18,254 સુપરવાઈઝરો
- 17 મહાનગરપાલિકા અને 18,117 ગામડાં આવરી લેવામાં આવશે
- અમદાવાદમાં જ 11,600 કર્મચારીઓ તૈનાત
આ વખતે તમામ ડેટા મોબાઈલ એપ દ્વારા સીધા સર્વર પર અપલોડ થશે.
ડેટા રહેશે સંપૂર્ણ સુરક્ષિત
- Census Act 1948 હેઠળ સંપૂર્ણ ગોપનીયતા
- End-to-End Encryption
- ટેક્સ અથવા કાયદાકીય ઉપયોગ માટે ડેટાનો ઉપયોગ નહીં
મદદ માટે હેલ્પલાઈન
📞 1855
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel