વિશ્વ બેંકે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મોટા ઘટાડાની આગાહી કરતા કહ્યું છે કે ઊંચા વ્યાજ દરોની અસર, રશિયા-યુક્રેન યુદ્ધની આડ અસર અને કોવિડ-૧૯ મહામારીની બાકી રહેલી અસરોને કારણે આગામી સમય પ્રતિકુળ રહેશે.
Global growth is projected to significantly slow down in 2023 amid high inflation, tight monetary policies & more restrictive credit conditions.
More in the latest @WorldBank Global Economic Prospects report: https://t.co/BDE7Hh2638 #WBGEP2023 pic.twitter.com/QDfRHfZPQp
— United Nations (@UN) June 7, 2023
વિશ્વના ૧૮૯ દેશોમાં ગરીબી નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ વિશ્વ બેંકે તેના નવીનતમ વૈશ્વિક પરિદ્રશ્યમાં કહ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર વર્ષ ૨૦૨૩માં ૨.૧ ટકા રહેશે, જ્યારે ૨૦૨૨માં તે ૩.૧ ટકા રહ્યો છે.
જાહેર કરાયેલા વિશ્વ બેંકના ‘ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ’ રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૩ માટેનો નવા વિકાસ અનુમાન જાન્યુઆરીમાં અગાઉના અંદાજ કરતાં થોડો સારો છે. વર્લ્ડ બેંકે જાન્યુઆરીમાં કહ્યું હતું કે આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિ માત્ર ૧.૭ ટકા રહેશે. વિશ્વ બેંકે આ વર્ષે ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ૬.૩ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે મોટા દેશોમાં સૌથી વધુ છે. વર્ષ ૨૦૨૨માં ભારતનો વિકાસ દર ૭.૨ ટકા હતો.
આ સિવાય યુક્રેન પર રશિયાના હુમલાને કારણે ઉર્જા અને ખાદ્ય પુરવઠાનું પણ સંકટ છે. કોરોનાની વિલંબિત અસરો પણ હજુ પણ હાજર છે. તેમ છતાં વિશ્વ બેંકને લાગે છે કે વર્ષ ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા ૨.૪ ટકાનો વિકાસ દર હાંસલ કરવામાં સફળ રહેશે.
વિશ્વ બેંકે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા માટે વર્ષ ૨૦૨૩માં ૧.૧ ટકા વૃદ્ધિ દરની આગાહી કરી છે. તે જાન્યુઆરીના અગાઉના અંદાજ કરતાં લગભગ બમણી છે. તે જ સમયે, યુરોપિયન યુનિયનનો વિકાસ દર આ વર્ષે ૦.૪ ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉર્જા સંકટનો સામનો કરી રહેલા યુરોપિયન યુનિયન માટે ગયા જાન્યુઆરીમાં શૂન્ય વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. વિશ્વ બેંકે ૨૦૨૨માં ચીન માટે વૃદ્ધિનું અનુમાન ત્રણ ટકાથી વધારીને ૫.૬ ટકા કર્યું છે. બીજી તરફ, જાપાનમાં વિકાસ દર એક ટકાથી ઘટીને ૦.૮ ટકા રહેવાનો અંદાજ છે.