દુબઈ, જે પોતાના વૈભવી ગગનચુંબી ઇમારતો અને વિશ્વવિખ્યાત આર્કિટેક્ચર માટે જાણીતું છે, હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ Ciel Tower દ્વારા ફરી એકવાર વિશ્વનું ધ્યાન ખેંચવા જઈ રહ્યું છે. બુર્જ ખલીફા પછી હવે Ciel Tower દુબઈના ગગનચુંબી ખજાને વધુ ભવ્યતા આપશે. આ હોટલ સંયુક્ત આરબ અમીરાતના દુબઈના મરીના વિસ્તારમાં બની રહી છે અને પૂર્ણ થતા તે વિશ્વની સૌથી ઊંચી હોટલ તરીકે ઓળખાશે. Ciel Towerમાં કુલ 1004 રૂમ અને 147 લક્ઝુરિયસ સ્વીટ્સ હશે, જેમાંથી ઘણાં રૂમ એવા હશે જ્યાંથી સીધું દુબઈ શહેરના અદભૂત દૃશ્યો દેખાશે, એટલે કે, ગગનચુંબી દુબઈ literally તમારી બેડ પરથી જોઈ શકાશે.
આ હોટલમાં અનેક શાનદાર સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. 81મા માળ પર Sky Lounge હશે, જ્યાંથી શહેરના શાનદાર પનોરમિક દૃશ્યો માણી શકાશે. 76મા માળ પર Sky Pool બનાવવામાં આવશે, જે દુનિયાની ઊંચી તરણતાલીઓમાંની એક હશે. 74મા માળ પર મુખ્ય રેસ્ટોરન્ટ Tattu હશે, જે તેની આધુનિક ડિઝાઇન અને આકાર્ષક મેનૂ માટે જાણીતી બ્રિટિશ બ્રાન્ડ છે. Ciel Towerમાં એક વિશિષ્ટ Sky Restaurant પણ હશે, જે ઊંચાઈમાં ભોજનનો ભવ્ય અનુભવ આપશે. આ ઉપરાંત, 12 માળ સુધી વિસ્તરતું Atrium Sky Garden એક અનોખું આકર્ષણ રહેશે, જેમાં નેચરલ વેન્ટિલેશન અને લીલીછમ Every-floor Landscaping હશે.
હોટલના અંદરના રૂમો અત્યંત આલિશાન રીતે ડિઝાઇન કરાયા છે અને એમાં રહેવો અનુભવ શાહી ભવ્યતાનો પ્રતિબિંબ હશે. એટલું જ નહીં, અહીં એક રાત રોકાવાનું ભાડું પણ તેના વૈભવી સ્ટાન્ડર્ડ અનુસાર જ હશે. હાલ, જ્યારે હોટલ અંગેની વિગતો જાહેર થઈ છે, ત્યારે સમગ્ર વિશ્વના પ્રવાસી અને ટૂરિઝમ પ્રેમીઓ તેના ફોટા અને વીડિયોઝ જોઈને ઉત્સાહિત બન્યા છે. Ciel Tower માત્ર એક હોટલ નથી, પણ દુબઈના વૈભવી ટેક્નોલોજિકલ વિકાસ અને ભવિષ્યદ્રષ્ટિ પ્રવાસનનું એક જીવંત પ્રતિક બનશે.