પ્રયાગરાજના મહાકુંભમાં શ્રધ્ધાળુઓની સુવિધા, સારી વ્યવસ્થા સિવાય સુરક્ષા માટે છ રંગના ઇ પાસ આપી રહ્યા છે. પોલીસથી લઈને અખાડા અને VIP સુધી અલગ-અલગ રંગના ઇપાસ આપવામાં આવી રહ્યા છે. યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ કેટેગરીના આધારે ક્વોટા નક્કી કરવામાં આવી રહ્યો છે. દેશ-વિદેશથી આવતા શ્રધ્ધાળુઓને કોઈ પ્રકારની અગવડ ન થાય તેના આધારે વિભાગીય સ્તર પર નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવી રહ્યા છે.
યુપીડેસ્કોના માધીમે ઈ પાસની વ્યવસ્થા
વાહન ઇ પાસ માટે યુપીની સંસ્થા IT યુપીડેસ્કોના માધ્યમે ઇ પાસ પ્રણાલી લાગુ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થા અનુસાર સુચારુ સંચાલન માટે ઘણા વિભાગોને નોડલ અધિકારી, મેળા પોલીસ, બધી જ સંસ્થાઓના વાહન પાસ અને અરજીની ચકાસણી નિર્ધારિત કોટાના આધારે કરવામાં આવશે.
કેવી રીતે મળશે અલગ-અલગ ઈ પાસ
હાઇકોર્ટ, VIP, વિદેશી રાજદૂત, વિદેશી નાગરિક અને અપ્રવસિય ભારતીયો સાથે કેન્દ્ર, રાજ્યના વિભાગ તરફથી સફેદ રંગનો ઇ પાસ આપવામાં આવશે. અખાડો અને સંસ્થાઓને કેસરિયા રંગના ઇ પાસ આપવામાં આવી રહ્યા છે. ત્યારે એક્ઝિક્યુટિવ સંસ્થાઓ, વિક્રેતાઓ, ફૂડ કોર્ટ અને દૂધ બૂથ માટે પીળા રંગનો ઇ-પાસ જારી કરવામાં આવી રહ્યો છે. મીડિયાને વાદળી રંગનો ઈ-પાસ, પોલીસ દળને વાદળી રંગનો અને ઈમરજન્સી અને આવશ્યક સેવાઓ માટે લાલ રંગનો ઈ-પાસ આપવામાં આવી રહ્યો છે.
બધા જ સેક્ટરમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા
મહાકુંભના અવસર પર શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. CM યોગીનો ઓફિસરોને સ્પષ્ટ નિર્દેશ છે કે દેશ દુનિયાના ખૂણે-ખૂણેથી આવતો એક પણ શ્રધ્ધાળુ કોઈ પણ પ્રકારની અગવડ ન થાય. આને ધ્યાનમાં રાખીને મેળાતંત્ર તરફથી દરેક સેક્ટરમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા ચકાસવામાં આવી છે. નજીકના પાર્કિંગ સુધી પહોંચવા માટે દરેક વિભાગોના પ્રતિનિધિઓના વાહનોના ઇ પાસ આપવામાં આવશે. વાહનના પાસ માટે કેટેગરીના આધારે કોટા નક્કી કરવામાં આવ્યો છે.