વરસાદની સિઝન જેટલી સુહાની હોય છે, તેટલી જ સ્કિન માટે જોખમી પણ થઈ શકે છે. વરસાદમાં પલળવાથી ઘણી વખત સ્કિન સંબંધિત સમસ્યાઓ લોકોમાં જોવા મળે છે, જેની પર સમયસર ધ્યાન ન આપવાથી મોટી બિમારીઓમાં બદલાઈ શકે છે.
વરસાદની સિઝનમાં ભેજ વધવાથી સ્કિન પર ફંગલ ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. આ સામાન્યરીતે પગ, હાથ અને અંડરઆર્મ્સમાં થાય છે, જ્યાં ભેજ વધુ રહે છે. તેના કારણે ખંજવાળ, બળતરા અને સ્કિન લાલ થાય છે.
પિમ્પલ્સ અને ફોલ્લીઓ
વરસાદની સિઝનમાં સ્કિન પર પિમ્પલ્સ અને ફોલ્લીઓની સમસ્યા વધી જાય છે. તેનું કારણ ગંદુ પાણી અને પરસેવો છે, જે સ્કિનને ચીકણી અને સંવેદનશીલ બનાવી દે છે. ખાસ કરીને બાળકો અને સંવેદનશીલ સ્કિન વાળા લોકોમાં આ સમસ્યા વધુ હોય છે, કેમ કે તેમની સ્કિન નાજુક હોય છે અને જલ્દી પ્રભાવિત થઈ જાય છે.
સ્કિન એલર્જી
વરસાદની સિઝન દરમિયાન હવામાં વધેલો ભેજ અને પ્રદૂષણના કારણે સ્કિન એલર્જી થાય છે. આ ચહેરા, હાથ અને ગરદન પર લાલ ચકામા અને સોજા તરીકે જોવા મળી શકે છે.
એથ્લીટ્સ ફૂટ
વરસાદમાં ભીના બૂટ-મોજાં પહેરવાથી એથ્લીટ્સ ફૂટ નામની સમસ્યા થઈ શકે છે. આ પગમાં ખંજવાળ, બળતરા અને અલ્સરનું કારણ બને છે.
ખીલ
વરસાદમાં ચહેરા પર પરસેવો અને ગંદકી જમા થવાથી પિંપલ્સ અને ખીલની સમસ્યા થઈ શકે છે. આ ખાસ કરીને ઓઈલી સ્કિન વાળા લોકોમાં વધુ હોય છે.
જાણો તેનાથી કેવી રીતે બચવું
ચહેરાને દિવસમાં બે વખત માઈલ્ડ ફેસવોશથી સાફ કરો. ઓઈલ-ફ્રી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો અને જ્યારે પણ બહારથી આવો તો ચહેરાને જરૂર ધોવો.
વરસાદમાં પલળ્યા બાદ તાત્કાલિક સૂકાયેલા વસ્ત્ર પહેરો અને અસરગ્રસ્ત જગ્યાને સૂકી રાખો. એન્ટી-ફંગલ પાઉડર કે ક્રીમનો ઉપયોગ કરો.
સ્કિનને સ્વચ્છ અને સૂકી રાખો. હળવા અને સુતરાઉ કપડાં પહેરો જે પરસેવો સૂકવી શકે. એલર્જીરોધી ક્રીમનો ઉપયોગ કરો.
વરસાદમાં પલળ્યા બાદ તાત્કાલિક સ્કિનને માઈલ્ડ સાબુથી ધોવો. બહાર નીકળતી વખતે સ્કિનને ઢાંકીને રાખો અને કોઈ પણ એલર્જીરોધી ક્રીમનો ઉપયોગ કરો.
ભીના જૂતાં-મોજાથી બચો અને પગને સૂકા રાખો. એન્ટી-ફંગલ પાઉડરનો ઉપયોગ કરો અને દિવસમાં એક વખત પગને ધોઈને સૂકવો.