ખરાબ લાઇફસ્ટાઈલ અને અનહેલ્થી ખોરાકને કારણે બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ડાયાબિટીસ એક ગંભીર રોગ તરીકે સામે આવી રહ્યો છે. ડાયાબિટીસના પેશન્ટની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. બ્લડ શુગરને ઘટાડવા માટે દવાઓ પર નિર્ભર થવું પડે છે. પરંતુ આયુર્વેદમાંથી પણ ડાયાબિટીસથી વધેલા બ્લડ શુગરને કંટ્રોલ કરવાના ઉપાય મળી રહે છે.
આયુર્વેદિક ઉપચાર મુજબ જો તમે તુલસીના પત્તાની ચા પીવો છો તો બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તુલસી ડાયાબિટીસમાં ફાયદાકારક સાબીત થાય છે. તમે તેની ચા પણ પી શકો છો અથવા ખાલી પેટે તેના પત્તા ચાવીને ખાઈ શકો છો. કેમ કે અનેક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, તુલસી ગુણકારી છોડ છે. તેના પત્તામાં એન્ટી ઓક્સિડન્ટ, ફાઈબર,એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટીડાયબિટિક ગુણ હોય છે. આ તમામ તત્વો બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.
આયુર્વેદમાં તુલસીના પત્તાનું ખૂબ મહત્વ જણાવાયું છે. તુલસીના પત્તા અનેક રોગથી બચાવે છે. જો તમે દરરોજ ખાલી પેટ 4-5 પત્તા ચાવીને ખાવ છો તો ડાયાબિટીસ, અસ્થમા, કફ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા કંટ્રોલમાં રહે છે.
તમે ઘરે તુલસીનું પાણી કે તેની ચા બનાવી શકો છો. આ માટે તમારે 8-10 તુલસીના પત્તાને ધોઈને એક કપ પાણીમાં નાખીને ઉકાળો. ત્યાર બાદ તેમાં થોડી મરીનો પાવડર નાખો. આ ચાને સવારે ખાલી પેટે પીવી. તેનાથી દિવસભર બ્લડ શુગર ઓછું રહેશે.