જ્યારથી ભાજપે બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને ટિકિટ આપી છે ત્યારથી હિમાચલની મંડી બેઠક હાઈ પ્રોફાઈલ બની છે. કોંગ્રેસ હવે આ બેઠક પર ઉમેદવારનું જાહેર થયું છે. . હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે એલાન કર્યું છે કે કોંગ્રેસ તરફથી મંડીથી વિક્રમાદિત્ય સિંહ લોકસભા ચૂંટણી લડશે.
સીએમ સખવિન્દર સિંહ સુખુએ પણ કર્યો ઈશારો
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ પણ આ વાતનો સંકેત આપ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે દિલ્હીમાં સીઈસીની બેઠકમાં વિક્રમાદિત્ય સિંહના નામની ચર્ચા થઈ છે. સીએમ સુખુએ કહ્યું કે અમને મંડીમાંથી યુવા નેતા મળશે, તે નક્કી છે. સાથે જ પ્રતિભા સિંહે કહ્યું કે વિક્રમાદિત્ય સિંહને મજબૂત ઉમેદવાર માનવામાં આવ્યા છે. હાલ આ સીટ પરથી પ્રતિભા સિંહ સાંસદ છે.
હાલમાં વિક્રમાદિત્ય સિંહની માતા પ્રતિભા સિંહે મંડીથી સાંસદ
પ્રતિભા સિંહે એવું કહ્યું કે કંગના શું કરી રહી છે કે શું બોલી રહી છે તેની અમને પરવા નથી. મંડીના લોકો હંમેશા અમારી સાથે રહ્યા છે. મેં મુશ્કેલ સંજોગોમાં પણ આ બેઠક જીતી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને વિક્રમાદિત્ય સિંહની માતા પ્રતિભા સિંહે ચૂંટણીની રેસમાંથી બહાર થવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. હવે તે ઇચ્છે છે કે તેનો પુત્ર આ બેઠક પરથી ચૂંટણી લડે. મંડી લોકસભા બેઠક કોંગ્રેસના ગઢ ગણાય છે અને હાલમાં હિમાચલ ચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ અહીંથી સાંસદ છે અને તેઓ વિક્રમાદિત્ય સિંહના માતા છે.
રાજ્યસભાની ચૂંટણી બાદ તણાવ વધ્યો
વિક્રમાદિત્ય સિંહને મંડીથી ઉમેદવાર બનાવવામાં આવે તો તેનાથી કોંગ્રેસની અંદરની નારાજગી પણ દૂર કરવામાં પણ મદદ મળશે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં જ તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો હતો. વિક્રમાદિત્યને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદને ઓછો કરવાનો પ્રયાસ કરશે.
ભાજપે કંગના રનૌતને મંડીથી ટિકિટ આપી
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર છે. તે આ દિવસોમાં મંડીમાં પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કંગનાની ઉમેદવારીમાં કોઈ નવાઈ નહોતી. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ચાહક છે. બે વર્ષથી વધુ સમય સુધી તેઓ રાજકારણમાં કારકિર્દી બનાવવાનો સંકેત આપી રહ્યા હતા. તેમણે રામ મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.