જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ચીફ ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, કલમ 370 હટાવવાનો વિરોધ કરનારાઓને કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસ અને ભૂગોળનું કોઈ જ્ઞાન નથી. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અનુચ્છેદ 370 નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો છીનવી લેવાના કેન્દ્રના પગલાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
આ મહિને રાજ્યમાંથી કલમ 370 હટાવવાના 4 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, તે કોઈ ચોક્કસ પ્રદેશ, રાજ્ય કે ધર્મ માટે નથી પરંતુ બધા માટે સમાન રીતે ફાયદાકારક છે.
"Those opposing abrogation of Article 370 ignorant": Ghulam Nabi Azad
Read @ANI Story | https://t.co/gBpvdTAprR#Article370 #GhulamNabiAzad #SupremeCourt pic.twitter.com/vA4lp6Vg3z
— ANI Digital (@ani_digital) August 7, 2023
મને સુપ્રીમ કોર્ટ પર પૂરો વિશ્વાસ
કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી વિવિધ અરજીઓ પર ચાલી રહેલી સુનાવણી અંગે ગુલામ નબી આઝાદે જણાવ્યું કે તેમને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે કે તે તમામ પાસાઓ પર વિચાર કરશે. બીજી તરફ ભાજપનો દાવો છે કે કલમ 370 હટાવ્યા બાદ રાજ્યમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિમાં વધારો થયો છે. 5 ઓગસ્ટના રોજ તેની ચોથી વર્ષગાંઠ પર ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના ચીફ મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે, તેમને અને અન્ય પાંચ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.
પીડીપીના ચીફે કહ્યું કે, એક તરફ સમગ્ર શ્રીનગરમાં કાશ્મીરના લોકો સાથે કલમ 370 રદ થવાનું જશ્ન મનાવવા માટે આહવાન કરવા માટે વિશાળ બેનરો લગાવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ વાસ્તવિક લાગણીઓને દબાવવા માટે બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.