વાંસદા તિલક ગણેશ મંડળના 11માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગ રૂપે એક વર્ષ સુધી વિવિધ ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જે પૈકી 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નની વિશેષતા હતી કે, લગ્ન માટે બનાવેલ ચોળીને સ્વસ્તિક આકારમાં બનાવવામાં આવી હતી. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
વાંસદા તાલુકામાં તિલક ગણેશ મંડળની સ્થાપના 11માં વર્ષની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરાયા હતા. જેમાં રવિવારે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં મંડપ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લગ્ન મંડપને સ્વસ્તિક આકારમાં બનાવવામાં આવ્યો હતો અને આ મંડપ હેઠળ 51 યુગલોએ પ્રભુતાના પગલા પડ્યા હતા.