ઐતિહાસિક મહા ગુજરાત ચળવળમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. જેમાં ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશભાઈ ભટ્ટ પણ શહીદ થયા હતા. ઉમરેઠમાં આવનાર પેઢી અને યુવાનોને સ્વ.સુરેશભાઈ ભટ્ટનું બલીદાન સ્મરણમાં રહે અને રાષ્ટ્ર્ર માટે પોતાબા કર્તવ્ય યાદ રહે તે માટે તેઓની યાદમાં ભાટવાડા વિસ્તારમાં વાંચનાલય સામે ખાંભી બનાવવામાં આવી છે. આ સ્થાને આજના શહીદ દિવસે નગરની સેવાકીય સંસ્થાઓ અને રાષ્ટ્ર્રભક્તો દ્વારા તેઓને પુષ્પાંજલી અર્પણ કરીને દીપદાન કરવામાં આવે છે. મહા ગુજરાત ચળવળમાં ઉમરેઠના જ સ્વ.અશોકભાઈ ભટ્ટ અને સ્વ. હરિહરભાઈ ખંભોળજા પણ અગ્રેસર રહ્યા હતા ત્યાર બાદ બંન્ને રાજકિય પક્ષોમાં જોડાઈ રાજકિય ક્ષેત્રે પોતાનું સારું પ્રભુત્વ બનાવ્યું હતુ. સ્વ અશોકભાઈ ભટ્ટ કાયદા મંત્રી, આરોગ્ય મંત્રી સહીત ગૄહ મંત્રી તરીકે ભાજપ સરકારમાં અગ્રેસર રહ્યા હતા જ્યારે હરિહર ખંભોળજા નાણા મંત્રી તરીકે કોગ્રેસ સરકારમાં આગવી હરોળના નેતા તરીકે પોતાનું નામ પ્રસ્થાપીત કર્યું હતું.