અમરેલીના ટ્રેનિંગ એરપોર્ટ પર ફરી એક વખત મોટી દુર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે સામાન્ય તાલીમ દરમિયાન ટ્રેનિંગ સેન્ટરનું એક હળવું વિમાન રનવે પર લેન્ડિંગ કરતી વખતે અચાનક સ્લીપ થઈ ગયું અને રનવે પરથી નીચે ઉતરી ગયું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વિમાનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ ફરી એકવાર એરપોર્ટની સુરક્ષા અને ટેકનિકલ વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે અમેરેલી એરપોર્ટ પર આવી ઘટનાઓ નવા નથી.
મળતી માહિતી મુજબ, પ્લેન રનવે પર ઉતર્યા પછી સંતુલન ગુમાવી સ્લીપ થયું હતું. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટીએ ઘટના વિશેની માહિતી દબાવવાનો પ્રયાસ કરતા કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું. પરંતુ બાદમાં પ્રાંત અધિકારીએ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. ગોરખધંધો એ છે કે આ પહેલા પણ અહીં ગંભીર દુર્ઘટનાઓ બની ચૂકી છે—જેમાં એક પ્લેન ક્રેશ થયું હતું અને પાયલોટનું મોત થયું હતું.
વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં સલામતી વ્યવસ્થા અને ટેકનિકલ દેખરેખને લઈને કોઈ અસરકારક પગલાં ન લેવાતા, હવે સ્થાનિક સ્તરે તંત્રની બેદરકારીને લઈને ચર્ચા અને પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel