માઈગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો ક્યારેક ક્યારેક નોર્મલ હોય છે અને ક્યારેક ક્યારેક ખૂબ જ ભયંકર, જેને સહન કરવો મુશ્કેલ હોય છે. ઊંઘની કમી, મોડા સુધી ભુખ્યા રહેવું, દિવસનો વધારે પડતો સમય મોબાઈલ, લેપટોપ અને ટીવી પર પસાર કરવો જેવા ઘણા કારણોના કારણે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે.
માઈગ્રેનની સારવાર સંપૂર્ણ રીતે પોસિબલ નથી. પરંતુ ડોક્ટર અમુક દવાઓના દ્વારા તેને ઓછુ કરી શકે છે. જોકે અમુક આયુર્વેદિક ઉપાય પણ તેમાં અસરકારક સાબિત થઈ શકે છે. માઈગ્રેન તમારી આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે માટે તેને હલકામાં લેવાની ભૂલ ન કરો. જાણો માઈગ્રેન પેનથી છુટકારો મેળવવાના ઉપાય.
હર્બલ ટી
આ હર્બલ ટીને આમ તો તમારે લંચ કે ડિનર બાદ પીવાની છે. પરંતુ માઈગ્રેન પેન થવા પર પણ આ ચાને બનાવીને પી શકો છો.