અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અને વેપાર નીતિઓ પર કડક પ્રહાર કરતાં જણાવ્યું કે આ નીતિઓએ માત્ર અમેરિકાની વૈશ્વિક પ્રતિષ્ઠાને જ નહીં પરંતુ તેની આર્થિક અને રાજદ્વારી શક્તિને પણ ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. સુલિવાનના જણાવ્યા મુજબ, ટ્રમ્પના ઉંચા ટેરિફના નિર્ણયો અને એકતરફી નીતિઓના કારણે ભારત જેવા પરંપરાગત મિત્ર દેશો ચીન તરફ વધુ વળ્યા, જેના કારણે ચીનને એશિયાઈ દેશોમાં પોતાના પ્રભાવને મજબૂત બનાવવા તક મળી. તેમણે પોડકાસ્ટ દરમિયાન સ્પષ્ટ કર્યું કે ચીન આજે અનેક દેશોમાં લોકપ્રિયતા અને વેપારી સહકારના મામલે અમેરિકાને પાછળ છોડી ગયું છે, જ્યારે એક વર્ષ અગાઉ સુધી આવી સ્થિતિ નહોતી. સુલિવાને કટાક્ષપૂર્વક કહ્યું કે “ટ્રમ્પની નીતિઓએ અમેરિકાની બ્રાન્ડ્સને સીધું ટોયલેટમાં ધકેલી દીધી છે,” જે અમેરિકાના વેપારી હિતોને મોટો ઝટકો છે.
Former US NSA Jake Sullivan- "THE AMERICAN BRAND GLOBALLY IS IN THE TOILET…."
How to make Joker of 'Oneself' is an Art & only 2 Pappus excel in it. One is American & the other is an Italian who is a a British citizen but calls himself 'Indian'. pic.twitter.com/nDzp5pJydQ
— BhikuMhatre (@MumbaichaDon) August 29, 2025
તેમણે આગળ જણાવ્યું કે ટ્રમ્પના શાસન દરમિયાન અમેરિકા પોતાના સાથી દેશો સાથેના પરંપરાગત સંબંધોને મજબૂત કરવા બદલે વધુ નબળા બનાવતો ગયો, જેના પરિણામે ભારત સહિતના ઘણા દેશોએ ચીન સાથે વેપાર, રોકાણ અને રાજદ્વારી સંબંધો વધાર્યા. આ પરિસ્થિતિ અમેરિકા માટે ભૂ-રાજકીય રીતે જોખમી છે, કારણ કે ચીનની વધતી આર્થિક શક્તિ અને કૌટિનિતિક સક્રિયતા એશિયા અને વિશ્વમાં અમેરિકાની સ્થિતિને પડકારતી જાય છે. સુલિવાને ચેતવણી આપી કે જો અમેરિકા તેની વેપાર અને વિદેશ નીતિઓમાં સુધારા નહીં કરે તો લાંબા ગાળે તેને ભારત-ચીન સહકાર જેવા ઉદાહરણોથી ગંભીર પડકારોનો સામનો કરવો પડશે. આ નિવેદન પછી અમેરિકા અંદર અને બહાર બંને જગ્યાએ ટ્રમ્પની નીતિઓના પ્રભાવ પર ફરીથી ચર્ચા તેજ બની ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel