ગુજરાતના ગૌરવ જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કરતાં રાજ્યના ન્યાયતંત્રમાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઇએ જસ્ટિસ પંચોલીને પદ અને ગોપનીયતાનો શપથ અપાવ્યો હતો. સાથે જ, જસ્ટિસ આલોક આરાધેએ પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધો હતો. આ ઐતિહાસિક પ્રસંગ સાથે હવે સુપ્રીમ કોર્ટમાં કુલ 34 ન્યાયમૂર્તિ કાર્યરત થઈ ગયા છે, જેમાં ગુજરાતમાંથી ત્રણ જજનો સમાવેશ થાય છે—જસ્ટિસ જે.બી. પારડીવાલા, જસ્ટિસ નિલય વી. અંજારિયા અને હવે જસ્ટિસ વિપુલ પંચોલી. શપથવિધિ સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ, ગુજરાત અને પટણા હાઇકોર્ટના ન્યાયાધીશો, પરિવારજનો તથા કાનૂની ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
#WATCH || CJI B.R. Gavai administers the #oath to Justices Alok Aradhe and Vipul Manubhai Pancholi as judges of the SC.
With the swearing-in of the two new judges, the #SupremeCourt regained its full sanctioned strength of 34 judges, including the #ChiefJusticeofIndia. pic.twitter.com/QG98l3PT8Y
— All India Radio News (@airnewsalerts) August 29, 2025
વિપુલ પંચોલીના જીવનપ્રવાસ પર નજર કરીએ તો, 28 મે 1967ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તેઓએ કાનૂન ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દાખવી અને 1 ઓક્ટોબર 2014ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ જજ તરીકે પોતાની નિમણૂક મેળવી. બાદમાં 10 જૂન 2016ના રોજ તેઓ કાયમી ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત થયા. જુલાઈ 2023માં તેમને પટણા હાઇકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તાજેતરમાં જ તેમને ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ખૂબ જ ઓછા સમયમાં જ તેમની પ્રતિભા અને કાર્યશૈલીને કારણે તેમને દેશના સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ તરીકે બઢતી અપાઈ છે.
સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ત્રણ ન્યાયાધીશોનો સમાવેશ થવો રાજ્ય માટે ગૌરવની વાત છે. ખાસ કરીને વિપુલ પંચોલી જેવા ન્યાયાધીશની નિમણૂકથી ગુજરાતના કાનૂની જગતમાં નવી પ્રેરણા મળી છે. તેમની કારકિર્દી દર્શાવે છે કે મહેનત, નિષ્ઠા અને કાનૂની સમજણથી કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ શિખરો હાંસલ કરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel