જો આપણને માથામાં સહેજ પણ દુખાવો થવા લાગે તો આપણે કોઈ કામ કરી શકતા નથી. આવી સ્થિતિમાં એવા લોકો વિશે વિચારો કે જેઓ માઈગ્રેનથી પીડાય છે. તમને જણાવી દઈએ કે, માઈગ્રેનની સમસ્યા બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે. માઇગ્રેનનો દુખાવો માથાની એક બાજુએ શરૂ થાય છે, જે સામાન્ય માથાનો દુખાવો કરતાં વધુ પીડાદાયક હોય છે.
માઈગ્રેનમાં ક્યારેક વ્યક્તિને માથાનો દુખાવાની સાથે ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણોનો સામનો કરવો પડે છે. માઈગ્રેનની રક્ત પરિભ્રમણ પર ખરાબ અસર પડે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. વધુ પડતો સ્ટ્રેસ લેવાથી અને વિચારવાથી પણ માઈગ્રેનની સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં, ચાલો તમને જણાવીએ માઇગ્રેનના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવાના ઘરેલુ ઉપાય.
ગાયનું ઘી : માઈગ્રેનના દુખાવામાં રાહત આપવામાં ગાયનું ઘી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તે શરીર અને મનમાં વધારાના પિત્તને સંતુલિત કરવામાં મદદ કરે છે. જો તમને માઈગ્રેનનો દુખાવો હોય તો તમે ગાયના ઘીનો ઉપયોગ કરી શકો છો. તમે ગાયનું ઘી રોટલી, ભાત કે શાકમાં ઉમેરીને ખાઈ શકો છો. આ સિવાય માઈગ્રેનના દુખાવાની સ્થિતિમાં ગાયના ઘીના બે ટીપા નાકમાં નાખવાથી રાહત મળશે આ સાથે ઘીના બે ટીપા લઈ જે ભાગ દુખતો હોય ત્યાં માલિશ કરવાથી પણ રાહત મળે છે.
કપૂર : માઈગ્રેનના દુખાવાની સારવારમાં કપૂરનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. કપૂર ઠંડક આપનાર છે, જે માથાના દુખાવામાં રાહત આપે છે. જ્યારે પણ તમને માઈગ્રેનનો દુખાવો થાય ત્યારે કપૂરને પીસીને દેશી ઘીમાં મિક્સ કરો. આ પેસ્ટને તમારા કપાળ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.
આઈસ પેક : માઈગ્રેનને કારણે માથુ તૂટી પડવા જેવો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં તમે આરામ માટે આઈસ પેક એટલે કે બરફને તે ભાગ પર લગાવી શકો છો. ટુવાલમાં બરફના ટુકડા મૂકો અને તેને માથા, કપાળ અને ગરદનના પાછળના ભાગ પર લગાવો.
લેવેન્ડર ઓઈલ : માઈગ્રેનના દુખાવા માટે લેવેન્ડર ઓઈલ એક સારો વિકલ્પ છે. તેની સુગંધ માઈગ્રેનના દુખાવામાં રાહત આપે છે. ગરમ પાણીમાં તેના થોડા ટીપાં નાખીને સૂંઘવાથી આરામ મળશે.
તુલસીનું તેલ : માઈગ્રેનના દુખાવામાં તુલસીનું તેલ પણ ખૂબ જ ફાયદાકારક છે. તે તરત જ માથા દુખાવામાં આરામ આપે છે, જે તણાવ ઘટાડે છે.
ગરમ તેલથી માલિશ : માઈગ્રેનને કારણે માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, તેને નિયંત્રિત કરવા માટે, માથામાં ગરમ તેલથી માલિશ કરો. માથાની માલિશ કરવાથી આરામ મળશે. આ માલિશ વાળની સાથે કપાળના તે ભાગ પર પણ કરો જલદી રાહત મળશે