નવસારી જિલ્લાના એરુ વિસ્તારમાં ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
જલાલપોર પોલીસે એરૂગામ મોટા ફળિયામાં આવેલા હિરેન ધીરૂભાઈ પટેલના જૂના મકાનના તબેલામાં દરોડો પાડ્યો હતો.
પોલીસને તબેલામાંથી 90 કિલો ગૌમાંસ મળ્યું છે, જેની કિંમત રૂ. 9,000 છે. આ સાથે બે જીવતી ગાય પણ મળી આવી છે, જેની કિંમત રૂ. 10,000 આંકવામાં આવી છે. પોલીસે ગૌવંશ કતલ માટે વપરાતા સાધનો જેવા કે કુહાડી, છરો, ખુંટી, પકડ, દોરડું અને રેઇન કોટ પણ જપ્ત કર્યા છે.
આ કેસમાં ત્રણ આરોપીઓ સામેલ છે હિરેન ધીરૂભાઈ પટેલ, એક સફેદ સ્વિફ્ટ કાર (GJ-05-RL-9167) નો ચાલક અને એક ગ્રે કેલરની મારુતી સુઝુકી બર્ગમેન મોપેડ (GJ-05-TE-8365)નો માલિક. આ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા છે.પોલીસે કુલ રૂ. 3,59,750ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 325, 54 અને ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-2017ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel