નવસારીમાં ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે શાંતાદેવી, ભેંસતખાડા, રિંગરોડ, મચ્છી માર્કેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે 100થી પણ વધુ ઘરોમાં પાણી ભરાયું હતું અને 550થી વધુ લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
જોકે, સવાર થતાની સાથે જ નદીના પાણીના સ્તર ઓછા થતા શહેરમાંથી પાણી ઓસર્યા હતા. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. આ સાથે જ મનપાએ તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન શરૂ કરી પૂરના કારણે થયેલ ગંદકીને સાફ કરી દવાનો છંટકાવ કર્યો હતો. જોકે, રિંગરોડ પર આવેલ આવાસમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. જેના કારણે લોકો હજી પણ હલાકી ભોગવી રહ્યા છે. તો સ્થાનિક ધારાસભ્ય રાકેશ દેસાઈને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel