Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

મોદી કેબિનેટની બેઠકમાં આજે લેવાયા બે મોટા નિર્ણય, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

મોદી કેબિનેટની બેઠકમાં આજે લેવાયા બે મોટા નિર્ણય, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

મોદી કેબિનેટની બેઠકમાં આજે બે મોટા નિર્ણયો પર મહોર લાગી છે. આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી છે. આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે. જ્યારે બીજા નિર્ણયની અસર કૃષિ ક્ષેત્રની સાથે અન્ય ઘણા ક્ષેત્રો પર પણ જોવા મળશે. આર્થિક બાબતો પર કેબિનેટ કમિટિએ ઈથેનોલના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને પણ મંજૂરી આપી દીધી છે. દેશની અર્થવ્યવસ્થા માટે ક્રિટિકલ મિનરલના મહત્વને ધ્યાનમાં રાખીને 16,300 કરોડ રૂપિયાના આ મિશનને મંજૂરી આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દેશને ખનિજોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધવાનો છે.

શું છે ઈથેનોલ પર કેબિનેટનો નિર્ણય

વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCEA એ ઈથેનોલની ખરીદી માટે સુધારેલા ભાવોને મંજૂરી આપી દીધી છે. આ કિંમતો 1 નવેમ્બર 2024થી 31 ઓક્ટોબર 2025 સુધી લાગુ રહેશે. નિર્ણય પ્રમાણે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ C-Heavy Molasses એટલે કે CHM માટે એક્સ મિલ ભાવ 56.58 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 57.97 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થવા ઉપરાંત દેશની ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા અને વિદેશી ચલણ બચાવવામાં પણ મદદ કરશે.

કેન્દ્રીય કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ્ય ગ્રીન ટેકનોલોજી માટે જરૂરી મહત્વપૂર્ણ ખનિજો માટે વધુ સારી મૂલ્ય શૃંખલા સ્થાપિત કરવાનો છે. આ મિશન માટે કુલ 34,300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જેમાંથી 16,300 કરોડ રૂપિયા સરકાર દ્વારા અને આશરે 18,000 કરોડ રૂપિયા સરકારી કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવશે. આ મિશન હેઠળ, લિથિયમ, નિકલ, કોબાલ્ટ જેવા મહત્વપૂર્ણ ખનિજોની શોધ, ખાણકામ અને પ્રોસેસિંગ ક્ષમતાઓ વિકસાવવામાં આવશે, જે ઇલેક્ટ્રિક વાહનો અને રિન્યુએબલ એનર્જી સેક્ટરને પ્રોત્સાહન આપશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.