Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદ વધુ એક પ્રતિષ્ઠિત “બેન્કો બ્લુ રિબન એવોર્ડ”થી સન્માનિત

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદ વધુ એક પ્રતિષ્ઠિત “બેન્કો બ્લુ રિબન એવોર્ડ”થી સન્માનિત

ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદને બેંકો દ્વારા પ્રતિષ્ઠિત “બેસ્ટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંક બેંકો બ્લુ રિબન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સહકારી ક્ષેત્રે બેંકિંગ, ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા અને નાણાકીય સુરક્ષા અને ડિજિટલ બેન્કિગ પ્રત્યે બેંકે હાંસલ કરેલી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.જેનો શ્રેય બેંકના કાર્યશીલ ચેરમેન શ્રી તેજશકુમાર બી. પટેલ તથા સમસ્ત સંચાલક મંડળના દૂરંદેશી નેતૃત્વ અને બેંકના સૌ સમર્પિત સ્ટાફના અવિરત કાર્યક્ષમ પ્રયાસોને દર્શાવે છે.

આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન તેજસકુમાર બી.પટેલ દ્વારા બેંકના મૂલ્યવાન ગ્રાહકોને બેંક ઉપર મુકેલ અતૂટ વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, અને હજુ પણ આ અતૂટ વિશ્વાસ બેંકને વધુમાં વધુ ઉચ્ચ લક્ષ્યો તથા સિધ્ધિઓ હાંસલ કરવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી,નડીઆદ ગ્રાહક સેવા અને સહકારી બેંકિંગ ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા માટે હંમેશા અગ્રેસર રહેશે તેવી પણ જિલ્લાના લોકોને ખાત્રી આપી હતી.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.