પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગામેગામના તળાવો ઊંડા કરવાની યોજના ચાલી રહી છે જેથી ચોમાસામાં વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય અને તેની આસપાસની જગ્યા સ્થાનિકો માટે હરવા ફરવા લાયક આકર્ષક પણ બની શકે. આ અન્વયે લગભગ પાંચ કરોડ રૂપિયા ખર્ચીને ઉમરેઠ ખાતે આવેલ મલાવ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે.
આ તળાવના એક કિનારે અમુક કાચા પકા મકાનો બનેલ છે અને ગાડીઓનું ગેરેજ પણ બનેલ છે. ઉમરેઠ નગરાલિકા દ્વારા આ કાચા પાકા મકાનો દબાણમાં આવે છે તેમ જણાવી ખાલી કરવા કીધું હતું પરંતુ સ્થાનિકો નું કહેવું છે કે આ જમીન અમારી પોતાની છે અને તેની પર અમે કાચા પાકા મકાનો બનાવેલ છે. એક તરફ તળાવ બ્યુટીફીકેશન નું કામ ચાલતું હોવાથી આ વિષયનું નિરાકરણ લાવવા ત્યાંના રહીશો દ્વારા જ સિટીસર્વે કચેરીમાં અરજી કરવામાં આવી અને સરકારી સર્વેયર દ્વારા તળાવની બાજુની જગ્યા અને રસ્તા પરની જગ્યા સર્વે કરવામાં આવ્યું. સર્વેના રિપોર્ટ આધારે નક્કી થશે કે કઈ જગ્યા ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવે છે અને કઈ જગ્યા સ્થાનિક રહીશોની પોતાની માલિકીની છે.