વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર એપલ હેકિંગનો દાવો કર્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (એ આ દાવાઓને ફગાવી દઈને જવાબ આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે એપલ હેકિંગ કેસની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
#WATCH | On Apple's 'state-sponsored attack' message to some Opposition members, Union Minister for Communications, Electronics & Information Technology Ashwini Vaishnaw says, "The government is concerned about this issue and it will go to the bottom of it. There are some… pic.twitter.com/32B3DYYheX
— ANI (@ANI) October 31, 2023
વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર તેમના ફોન અને ઈમેલ હેક કરવાનો આરોપ લગાવ્યો હતો અને Apple દ્વારા મળેલા ચેતવણી સંદેશને શેર કરીને સરકારની ટીકા કરી હતી, ત્યારે હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે તેઓ સરકાર પર આવા હેકિંગના આરોપ લગાવે છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અમારા કેટલાક ટીકાકારો છે જે હંમેશા ખોટા આરોપો લગાવે છે. તેઓ દેશની પ્રગતિ ઈચ્છતા નથી. તેમણે વધુમાં કહ્યું કે એપલે 150 દેશોમાં એડવાઈઝરી જાહેર કરી છે એપલે અનુમાનના આધારે મેસેજ મોકલ્યો છે અને કંપનીએ તેની સ્પષ્ટતા જાહેર કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ મામલે સરકારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.