વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત ૨૦૨૪ ના સંકલ્પને સાકાર કરવા ભારતની આવતીકાલ સમાન નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને શિક્ષણ પૂરું પાડવા આઇસીડીએસ વિભાગ કટિબદ્ધ છે ત્યારે કઠલાલ ઘટકની આ નવનિર્મિત કચેરી આ વિસ્તારના બાળકો અને માતાઓને મળતી સુપોષણ અને શિક્ષણની વ્યવસ્થાઓ વધુ સારી રીતે પૂરી પડી શકશે, તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા સંમેલનની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા વિશેના કાયદાની માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સીડીપીઓ અલકાબેન રાઠોડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કઠલાલ ધારાસભ્ય, પ્રાંત અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યની ઉસ્થિતિ રહ્યા હતા.