Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

ઉના શહેરમાં અશાંત ધારો અમલમાં : 5 વર્ષ સુધી મિલકત સોદા પર કડક નિયંત્રણ, સરકારનો મોટો નિર્ણય

ઉના શહેરમાં અશાંત ધારો અમલમાં : 5 વર્ષ સુધી મિલકત સોદા પર કડક નિયંત્રણ, સરકારનો મોટો નિર્ણય

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ જાળવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઉના પોલીસ સ્ટેશન હેઠળના ચોક્કસ વિસ્તારોમાં 1 મે 2026થી આગામી પાંચ વર્ષ માટે Disturbed Areas Act, 1991 (અશાંત ધારો) અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાજિક સંતુલન જાળવવાનો અને મિલકતના બળજબરીયાં સોદાઓ (distress sale) અટકાવવાનો છે.

કયા વિસ્તારોમાં લાગુ થયો કાયદો?

સરકારના જાહેરનામા અનુસાર:

  • ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 4
  • આ વિસ્તારોની આસપાસના 500 મીટરનો વિસ્તાર

જેમાં નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે:

  • તુલસીધામ સોસાયટી
  • ભક્તિનગર
  • સાજનનગર
  • ગિરિરાજ સોસાયટી
  • હોસ્પિટલ વિસ્તાર
  • નગરપાલિકા ભવન
  • બસ સ્ટેશન વિસ્તાર

મિલકત સોદા માટે નવી શરતો

હવે આ અશાંત વિસ્તારમાં:

  • મિલકત વેચાણ, ખરીદી, ભાડે આપવી અથવા ગીરો રાખવા માટે
      પ્રાંત અધિકારી (Una)ની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે
  • ખરીદનાર અને વેચનારને સોગંદનામું આપવું પડશે કે:
    • સોદો દબાણ વગર થયો છે
    • બજાર કિંમત મુજબ થયો છે

રાજ્ય સરકારે આ મામલે કલેક્ટરની સત્તાઓ પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપી છે.

નિયમ ભંગ પર કડક સજા

જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો:

  • 6 મહિનાથી 5 વર્ષ સુધીની જેલ
  • ₹1 લાખ સુધીનો દંડ

આ કાયદો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકારનો મુખ્ય હેતુ

આ નિર્ણય પાછળના મુખ્ય ઉદ્દેશ્યો:

  • કોમી સૌહાર્દ જાળવવો
  • બળજબરીયાં મિલકત સોદા અટકાવવું
  • શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું
  • સામાજિક સંતુલન મજબૂત બનાવવું

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gir Somnath Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.