પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે. આ અવસરને લઈને પીએમ મોદીએ પોતાના લેખમાં સોમનાથ ધામ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી છે અને તેને ભારતના અડગ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે આ પવિત્ર સ્થાનના રક્ષણ અને પુનઃનિર્માણ માટે અનેક પેઢીઓએ અવિરત સંઘર્ષ કર્યો છે અને આ વર્ષગાંઠ એ બલિદાનોને યાદ કરવાનો અવસર છે.
સોશિયલ મીડિયા પર માહિતી શેર:
નરેન્દ્ર મોદી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાના લેખ દ્વારા આ કાર્યક્રમની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે 11 મેના રોજ સોમનાથ જવાની તક મળવી તેમના માટે ગૌરવની ક્ષણ છે અને આ દિવસ ઇતિહાસને ફરી જીવંત બનાવશે.
पुनर्निर्मित सोमनाथ मंदिर के लोकार्पण की 75वीं वर्षगांठ के उपलक्ष्य में 11 मई को मुझे एक बार फिर वहां जाने का सौभाग्य मिलने वाला है। यह अवसर हमें स्मरण कराता है कि इस पावनस्थल की रक्षा और इसके पुनर्निर्माण के लिए किस प्रकार देश की कई पीढ़ियों ने निरंतर संघर्ष किया। देशवासियों के…
— Narendra Modi (@narendramodi) May 8, 2026
ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ:
સોમનાથ મંદિરને ભારતના સૌથી પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થળોમાંનું એક માનવામાં આવે છે. પીએમ મોદીએ પોતાના લેખમાં જણાવ્યું કે આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતીક છે.
તેમણે 2026ની શરૂઆતમાં યોજાયેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો પણ ઉલ્લેખ કર્યો, જે મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયો હતો.
ઇતિહાસના પાના ફરી જીવંત:
પીએમ મોદીએ જણાવ્યું કે તેઓ એ ક્ષણને ફરીથી જીવવા જઈ રહ્યા છે જ્યારે રાજેન્દ્ર પ્રસાદ એ સોમનાથ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે મંદિરના પુનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને પણ યાદ કર્યું.
તેમણે લખ્યું કે 1947માં દિવાળીના દિવસે સરદાર પટેલે મંદિરના અવશેષો સામે સંકલ્પ કર્યો હતો કે સોમનાથ ફરીથી ઉભું કરવામાં આવશે, જે બાદ સમગ્ર દેશમાં નવચેતના ફેલાઈ હતી.
ઐતિહાસિક વિભૂતિઓને શ્રદ્ધાંજલિ:
પીએમ મોદીએ પોતાના લેખમાં અનેક ઐતિહાસિક અને ધાર્મિક મહાનુભાવોના યોગદાનને યાદ કર્યું, જેમાં:
- લકુલીશ
- સોમ શર્મા
- રાજા ભોજ
- સિદ્ધરાજ જયસિંહ
- અહલ્યાબાઈ હોલકર
નો સમાવેશ થાય છે.
વિકાસ અને વારસાનો સમન્વય:
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં ભારત સરકારે ‘વિકાસ પણ, વિરાસત પણ’ના મંત્ર સાથે દેશના આધ્યાત્મિક કેન્દ્રોને આધુનિક સુવિધાઓ સાથે જોડ્યા છે.
સોમનાથથી લઈને કાશી, અયોધ્યા અને ઉજ્જૈન જેવા સ્થળોને આધુનિક બનાવીને આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
દેશવાસીઓને આમંત્રણ:
અંતમાં નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પવિત્ર અવસરે સોમનાથ ધામની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અહીં આવીને દરેક ભારતીય પોતાના સંસ્કૃતિના અડગ બળનો અનુભવ કરી શકશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel