UPI ટ્રાન્ઝેક્શન કરાવવા પર આરંભમાં કોઈ જ મર્યાદા ન રાખીને ત્યારબાદ તેના પર યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પરથી કોઈપણ વ્યક્તિ તેના મર્યાદા મૂકીને ચાર્જ લેવાનું આરંભ કરનાર બેન્કો યુપીઆઈ એપથી બૅન્કના ખાતાદીઠ રોજના 20 થી વધુ વ્યવહારો-ટ્રાન્ઝેક્શન કરી કરવામાં આવતા આર્થિક વહેવારોને પણ ચાર્જેબલ બનાવવાની શકશે નહિ. આ સાથે જ એટીએમમાંથી પૈસા ઉપાડવા કે જમા દિશામાં આગળ વધી રહી હોવાનો નિર્દેશ પણ મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ એચડીએફસી, સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ બૅન્ક સહિતની બૅન્કોએ રોજના 20 થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકે તેવી મર્યાદા મૂકી દીધી છે. વીસ વહેવાર થઈ ગયા પછી યુપીઆઈ એપનો ઉપયોગ કરવા માટે 24 કલાકની રાહ જોવી પડશે.
અત્યાર સુધી કોઈપણ ખાતેદાર રોજના ગમે તેટલા ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા. હવે એનપીસીઆઈ તેની સંખ્યા ઘટાડીને રોજના 20 કરી રહી છે. આ સંજોગોમાં રોજના 20થી વધુ વહેવારો કરવા હોય તેમણે ચોક્કસ ચાર્જ ચૂકવવો પડશે તેવી દરખાસ્ત જોવી પડશે. પણ આગામી વરસોમાં આવી શકે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
નેશનલ પેમેન્ટ કોર્પોરેસન ઓફ ઇન્ડિયાએ કરેલી વ્યવસ્થા મુજબ નાની બેન્કના ખાતેદારો યુપીઆઈના માધ્યમથી રોજના એક ખાતેદાર રૂા. 25000 ના મૂલ્ય સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકે તેવી જોગવાઈ કરી હતી. તેની સામે મોટી બેન્કના ખાતેદારો રોજના રૂ. 1 લાખના મૂલ્યના આર્થિક વહેવારો કરી શકે તેવી જોગવાઈ કરેલી છે. દરેક બેન્કોએ પોતાની રીતે આર્થિક વહેવારના દૈનિક મૂલ્યની મર્યાદા મૂકી દીધી છે. એનસીપીઆઈ-નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ રોજના ટ્રાન્ઝેક્શનની સંખ્યા કેટલી રાખવી તેના પર પણ મર્યાદા મૂકી દીધી છે. નવા નિયંત્રણ મુજબ કોઈ એક વ્યક્તિ રોજના 20 થી વધુ વ્યવહાર કરી શકશે નહિ. વીસ વ્યવહાર પૂરા થઈ ગયા પછી તેમે 24 કલાક સુધી નવા વ્યવહા૨ ક૨વા માટે રાહ જોવી પડશે.
ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચલમનું કહેવું છે કે આ એક વિચિત્ર વિરોધાભાસ છે. એક તરફ તેમને બધું જ ડિજિટલ કરવું છે. તેમને ફિઝિકલ ટ્રાન્ઝેક્શન થાય તેમા રસ નથી.
બીજીતરફ તેઓ યુપીઆઈ એપથી કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર મર્યાદા મૂકી રહ્યા છે. તેની મોટી અસર નાના દુકાનદારોના બિઝનેસ પર પડશે. હવે લોકો ડિજિટલ પેમેન્ટ કરવા ટેવાવા માંડ્યા છે. તેથી રોકડના વહેવાર કરવાના ઓછા થયા છે. આ સંજોગોમાં દુકાનદારને હવે લોકોએ રોકડા નાણાં આપીને ખરીદી કરવી પડશે. આમ જૂની વ્યવસ્થા તરફ જ ફરીથી ધકેલાઈ જવાની સંભાવના છે. દુકાનદારો રોકડમાં વહેવાર ન કરી શકે તો તેમના ધંધા તૂટી પડશે.