Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

અમેરિકાની કોર્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. અમેરિકન સરકારે યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને ભણાવવા પર મનાઈ ફરમાવી હતી, ત્યારે ટ્રમ્પ સરકારના આ નિર્ણય પર કોર્ટે અસ્થાયી રોક લગાવી દીધી છે. અમેરિકાની કોર્ટે હાર્વર્ડ યુનિવર્સિટીની તરફેણમાં નિર્ણય સંભળાવતા ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા છે. સરકારના આદેશ બાદ હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર પ્રતિબંધ લગાવાયો હતો, જેને લઈને હાર્વર્ડે વિરોધ નોંધાવી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે આ મામલે કોર્ટે હાર્વર્ડની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો છે.

કોર્ટે હાર્વર્ડની ફરિયાદની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અરજીમાં દલીલ કરાઈ હતી કે, રાષ્ટ્રપ્રમુખના પગલાએ અગાઉના મનાઈ હુકમનું ઉલ્લંઘન કર્યું છે અને યોગ્ય પ્રક્રિયાને નરજઅંદાજ કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્વર્ડ અને ટ્રમ્પ સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હાર્વર્ડનું ભંડોળ પણ બંધ કરી દેવાયું છે, જેના કારણે વિદ્યાર્થીઓને દેશ છોડવો પડ્યો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓના વિઝા પણ રદ કરાયા છે. વર્તમાન પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

યુએસ ડિસ્ટ્રીક્ટ જજ એલિસન બરોજે હાર્વર્ડને બે પેજનો કામચલાઉ પ્રતિબંધ હુકમ આપ્યો છે. હુકમમાં લખાયું છે કે, જ્યાં સુધી કેસ પેન્ડિંગ છે, ત્યાં સુધી રાષ્ટ્રપ્રમુખના આદેશને અટકાવવાનો આદેશ અપાયો છે. એટલે કે ટ્રમ્પ સરકારના આદેશને અટકાવી દેવાયો છે. ન્યાયાધીશે કહ્યું કે, ટ્રમ્પે હાર્વર્ડમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. કોર્ટ કેસની સમીક્ષા કરે તે પહેલા ટ્રમ્પના નિર્ણયના કારણે હાર્વર્ડને નુકસાન થઈ શકે છે.

હાર્વર્ડે દાવો કર્યો કે, ટ્રમ્પ તંત્રનો નિર્દેશ અમેરિકાના હિતોનું રક્ષણ કરવાનો નથી, પરંતુ હાર્વર્ડ સામે સરકારી બદલો લેવાનો છે. યુનિવર્સિટીએ દલીલ કરી હતી કે, હાર્વર્ડના વિદ્યાર્થીઓને નિશાન બનાવવા કાયદા મુજબ કાયદેસર નથી. સરકારનો આ નિર્ણય હજારો વિદ્યાર્થીઓને દેશમાં આવવા, શિક્ષણ મેળવવા અને તેમના સપના પૂરા કરવાના અધિકારથી વંચિત રાખવાનો છે. વિદેશી વિદ્યાર્થીઓ વિના હાર્વર્ડ હાર્વર્ડ નથી. હાર્વર્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશની વિરુદ્ધ હતું.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.