Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 21°C

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે.

કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ મોરારિબાપુ પર્યાવરણ માટે પણ જાગૃત અને કાર્યરત રહ્યાં છે અને એટલે જ વૃક્ષો માટે રાજકોટમાં રામકથા પણ ગાઈ છે.

વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે ભાવનગરમાં વિમાન મથક પર યોજાયેલ કાર્યક્રમમાં મોરારિબાપુનાં હસ્તે વૃક્ષારોપણ થયું, આ સાથે જ મોરારિબાપુએ સ્થાનિક સત્તાતંત્ર સાથે સ્વાભાવિક પૃચ્છા કરી આ વિસ્તારની ઘણી જગ્યામાં નિયમાનુસાર વધુ વૃક્ષારોપણ થઈ શકે તેમ હોવાની વાત કરતાં વાતાવરણ બન્યું અને તરત જ વિરાટ વૃક્ષારોપણ અભિયાન ચલાવતાં રાજકોટ સ્થિતિ વૃધ્ધાશ્રમ સંસ્થાનાં સંચાલકોને અહીંથી જ સંપર્ક થયો… અરે એટલું જ નહીં, પર્યાવરણ દિવસ ગુરુવારે આ વાત થઈ અને ( આજ ) શુક્રવારથી વધુ સેંકડો વૃક્ષો માટે અભિયાન આરંભી દેવામાં આવ્યું છે.

મોરારિબાપુ એ પર્યાવરણ દિવસનાં વૃક્ષારોપણ કાર્યક્રમ માટે માત્ર પ્રતીક નહીં પ્રેરક બન્યાં અને નિલેશ વાવડિયાએ આપેલ વિગતો મુજબ વૃધ્ધાશ્રમ સંસ્થાનાં મોભી વિજયભાઈ ડોબરિયા તથા મિત્તલભાઈ ખેતાણી દ્વારા તાબડતોબ ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં પ્રકૃતિનાં આ કાર્યમાં ગતિવિધિ શરૂ કરી દીધી છે. આમ, વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે નાનકડાં પ્રસંગથી વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું અને સેંકડો વૃક્ષો રોપાઈ રહ્યાં છે.

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.