અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનેલી એક ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એરપોર્ટ સંકુલમાં કેટલાક મુસાફરો જાહેરમાં નમાજ અદા કરતા જોવા મળ્યા હોવાનો એક વિડીયો વાયરલ થતાં આ મામલે વિવાદ ઉભો થયો છે. ગુજરાતના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે અને આ ઘટનાને લઈને વિવિધ પ્રતિભાવ સામે આવી રહ્યા છે.
અહેવાલો મુજબ આ ઘટના વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યાની આસપાસ બની હતી. વાયરલ થયેલા વિડીયોમાં આશરે 8થી વધુ મુસાફરોનો એક સમૂહ એરપોર્ટના ટર્મિનલ વિસ્તારમાં એકસાથે નમાજ પઢતો જોવા મળે છે. માહિતી અનુસાર મુસાફરોએ પોતાનો બોર્ડિંગ પાસ મેળવી લીધો હતો અને ફ્લાઈટમાં બોર્ડિંગ માટે જતા પહેલા જ જાહેર જગ્યાએ નમાજ અદા કરવાનું શરૂ કર્યું હતું. એરપોર્ટ જેવી સુરક્ષિત અને સતત અવરજવરવાળી જગ્યા પર આવી પ્રવૃત્તિ જોઈને ત્યાં હાજર અન્ય એક મુસાફરે આ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે બાદથી આ મામલો ઝડપથી વાયરલ થયો છે.
अहमदाबाद में एयरपोर्ट पर नमाज़ पढ़ने का वीडियो वायरल!
अहमदाबाद से मुंबई जा रहे एक यात्री ने एयरपोर्ट के पब्लिक एरिया में मुस्लिम समूह को नमाज़ अदा करते देखा।
हैरान होकर उन्होंने एक सीनियर सिटीजन से पूछा – "क्या ये ठीक है?" लेकिन कोई जवाब नहीं मिला।
यात्री ने सवाल उठाया -… pic.twitter.com/Xv66iH7oXR
— One India News (@oneindianewscom) February 10, 2026
ઘટનાની જાણ એરપોર્ટ પર તહેનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જોકે હાલમાં સુધી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી અથવા સંબંધિત સત્તાધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો દ્વારા સુરક્ષા નિયમો, જાહેર સ્થળોના ઉપયોગ અને એરપોર્ટ પર ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે ગુજરાતમાં અગાઉ એસટી બસ સ્ટેન્ડ, જાહેર બગીચા અને રસ્તાઓ પર નમાજ અદા કરવાના વિડીયો પણ વાયરલ થયા હતા, અને હવે એરપોર્ટનો આ નવો વિડીયો ચર્ચામાં આવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel