પોરબંદરથી પંદર કિલોમીટરના અંતરે જામનગર હાઇવે પર આવેલા બાબડા ગામે ગાત્રાળ માતાજીનું મંદિર આવેલુ છે. પૌરાણિક ઇતિહાસ ધરાવતા માતાજીના આ મંદિરે ભાવિકો દેશ વિદેશથી દર્શન કરવા આવી માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરે છે. પોરબંદરથી પંદર કિલોમીટરના અંતરે બાબડા ગામે ગાત્રાળ માતાજીનું મંદિર આવેલુ છે. માતાજીના મંદિરે દેશ વિદેશથી ભાવિક ભક્તો દર્શને આવે છે. ગાત્રાળ માતાજીનું મંદિર અઢારેય વર્ણની આસ્થાનું કેન્દ્ર છે. બાબડાના ગ્રામવાસીઓ નિયમિત માતાજીના દર્શને આવે છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવતા દરેક લોકો પોતાના દિવસની શરૂઆત માતાજીના દર્શન કર્યા બાદ જ કરે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
બાબડા ગામે બિરાજમાન ગાત્રાળ માતાજી
મંદિર પરિસરમાં મામાદેવ બિરાજમાન છે
માતાજીના મંદિરે આવતા ભાવિકો માતાજીના દર્શન કરી તેમને લાપસીનું નૈવૈદ કરે છે અને માતાજીને ચૂંદડી ચઢાવે છે. અસંખ્ય શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે પગપાળા આવીને દર્શન કરી ધન્યતા અનુભવે છે. જ્યારે માતાજીનો મેળો ભરે ત્યારે મા ના મંદિરમાં ધ્વજા, નારીયલ, ચુંદડી, ચાંદલો, સિંદૂર, સોપારી, કંકુ, ચંદન, કેસર, અબીલ અને ગુલાલ ચડાવવામાં આવે છે. વૈશાખ વદી અમાસ મેળાનો અને નૈવેદનો દિવસ છે. આ દિવસે માતાજીના મંદિરે ભરાતા મેળામાં દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે. આખો દિવસ ચાલતા મેળામાં આવતા ભાવિક ભક્તો મેળાની મોજ માણી માતાજીના દર્શન કરી નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે. માતાજીના મંદિર પરિસરમાં એક નાનું મંદિર આવેલું છે આ મંદિરમાં મામાદેવ બિરાજમાન છે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ ગાત્રાળ માતાજીના દર્શન કર્યા પછી મામાદેવના પણ દર્શન કરી મામાદેવને કંસારના લાડુ, ખીચડો, સિંદૂર અને પછેડી ચડાવી ધન્યતા અનુભવે છે.