પૂર્વ આફ્રિકાના દેશ ઇથોપિયામાં લગભગ દસ હજાર વર્ષથી સુષુપ્ત રહેલો હૈલી ગુબ્બી જ્વાળામુખી હવે અચાનક સક્રિય થયો છે, અને તેના વિસ્ફોટથી સર્જાયેલું વિશાળ રાખનું વાદળ હજારો કિલોમીટરનું અંતર કાપીને ભારત સુધી પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકો આ ઘટનાને અત્યંત દુર્લભ અને વૈશ્વિક અસરકારક ઘટનાની શ્રેણીમાં મૂકી રહ્યા છે. NASA અને Toulouse VAACના ડેટા અનુસાર, જ્વાળામુખીમાંથી ઉડેલી રાખ 10 થી 15 કિલોમીટર સુધી આકાશમાં ફેલાઈ છે અને 100–120 કિમી પ્રતિ કલાકની ઝડપે વિવિધ દેશોમાં ફેલાઈ રહી છે.
આ રાખનું વાદળ પહેલીવાર 23 નવેમ્બરની સવારે 8:30 GMT પર જ્વાળામુખી ફાટ્યા બાદ ઝડપથી પૂર્વ દિશામાં ખસ્યું અને યમન, ઓમાન, પાકિસ્તાન પરથી પસાર થઈને ભારતમાં પ્રવેશ્યું. ભારતના પશ્ચિમ કિનારેથી આ વાદળ ગુજારત માર્ગે દેશમાં પ્રવેશ્યું હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે. સાંજે પાણીદાર દૃશ્યોમાં ધૂંધ અને આકાશે રાખના કારણે સૂર્યનો રંગ પીળો અને લાલ દેખાતા જોવા મળ્યા. જામનગર, રાજકોટ, કચ્છ, ભારતના ઉત્તર-પશ્ચિમ રાજ્ય રાજસ્થાન, NCR અને દિલ્હી સુધી તેની અસર જોવા મળી રહી છે.
🇪🇹🌋 Hayli Gubbi volcano erupts for the first time in 10,000 years
The eruption sent a massive ash plume rising 10-15 kilometers into the sky.
📍 Northeastern Ethiopia pic.twitter.com/gHaDkA6XKz
— Sputnik Africa (@sputnik_africa) November 24, 2025
ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે આ વાદળ 15,000 થી 25,000 ફૂટની ઊંચાઈએ છે, એટલે કે જમીન સ્તરે તેનો સીધો ખતરનાક પ્રભાવ નથી, પણ હવામાં રહેલા કાચ જેવા જ્વાલામુખી કણો એરક્રાફ્ટ એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે એર ઇન્ડિયા, ઇન્ડિગો, અકાસા એર અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે 12 થી વધુ ફ્લાઇટ્સ રદ અથવા ડાયવર્ટ કરી છે.
દિલ્લીનો AQI 400 થી ઉપર જઈ “Severe” કેટેગરીમાં પહોંચ્યો છે, જે શ્વાસ સંબંધિત અને હૃદયરોગી દર્દીઓ માટે ગંભીર જોખમ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ઘટના માત્ર હવામાન માટે નહિ, પરંતુ પૃથ્વીના આંતરિક તાપમાન અને ટેક્ટોનિક મૂવમેન્ટ્સને સમજવા માટે એક અનોખું લેબોરેટરી સમાન અવસર છે.
Update05:
The sulphur dioxide rich Ash plume mixed with Ash from Ethiopia’s #HayliGubbi volcano located at NorthEast of Afar rift & African superplume is now transiting over #Delhi, #Ncr, #Haryana and adj #UttarPradesh region. This will safely move towards Himalayas but there are… https://t.co/MaGczI05JK pic.twitter.com/JQcnp9Vta2
— IndiaMetSky Weather (@indiametsky) November 24, 2025
વૈજ્ઞાનિકો માટે અભ્યાસની તક
હજારો વર્ષ બાદ થયેલા જ્વાળામુખી વિસ્ફોટને વૈજ્ઞાનિકોએ આ પ્રદેશના ઇતિહાસની સૌથી અસાધારણ ઘટનાઓમાંની એક ગણાવી છે. આ વિસ્ફોટથી મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ (SO₂) પણ બહાર આવ્યો હતો, જેનાથી પર્યાવરણીય અને આરોગ્ય પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત થઈ હતી. અમીરાત એસ્ટ્રોનોમિકલ સોસાયટીના અધ્યક્ષ ઇબ્રાહિમ અલ જારવાને જણાવ્યું હતું કે જો કોઈ જ્વાળામુખી અચાનક વધુ SO₂ છોડે છે, તો તે સૂચવે છે કે અંદર દબાણ વધી રહ્યું છે, મેગ્મા આગળ વધી રહ્યો છે અને વધુ વિસ્ફોટની શક્યતાઓ છે. અલ જારવાને કહ્યું કે આ ઘટના વૈજ્ઞાનિકો માટે ખૂબ લાંબા સમય પછી સક્રિય થયેલા જ્વાળામુખીને નજીકથી સમજવાની એક દુર્લભ તક છે. હેઇલ ગુબ્બી એ અફાર રિફ્ટનો એક ભાગ છે. આ પ્રદેશમાં સ્થિત અન્ય જ્વાળામુખી, જેમ કે એર્ટા એલે, પર પહેલાથી જ સતત નજર રાખવામાં આવી રહી છે. હવે અચાનક હેલી ગુબ્બીન ફાટવાની ઘટના પૃથ્વીના મેગ્મામાં થતા ઊંડા ફેરફારો વિશે પ્રશ્નો ઉભા કરે છે. સંશોધકો હવે હૈલી ગુબ્બીને ભવિષ્યના સંશોધનના ઘટક તરીકે ગણી રહ્યા છે.
હવે તેઓ સમજવાનો પ્રયાસ કરશે કે હજારો વર્ષોની નિષ્ક્રિયતા પછી આ જ્વાળામુખી કેમ સક્રિય થયો છે. આવા અભ્યાસો ટેક્ટોનિક રિફ્ટ ઝોનમાં સ્થિત શિલ્ડ જ્વાળામુખીના વર્તનમાં નવી સમજ આપી શકે છે. જ્યારે વૈજ્ઞાનિકો આવા દુર્લભ વિસ્ફોટોનો અભ્યાસ કરશે ત્યારે તેમને સમજવામાં મદદ મળશે કે ટેક્ટોનિક રિફ્ટવાળા વિસ્તારોમાં (જ્યાં પૃથ્વીની પ્લેટો અલગ થઈ રહી છે) જ્વાળામુખી કેવી રીતે કામ કરે છે.
ઇથિયોપિયામાં કોઈ માનવીય અથવા પશુઓના મૃત્યુની ઘટના બની નથી, પરંતુ આફાર પ્રદેશના પશુપાલકો માટે આર્થિક નુકસાન થયું છે. જોકે આ વિસ્તારમાં ભૂકંપની શક્યતાઓ પણ વધુ રહેવાથી હાલમાં તપાસ ચાલી રહી છે. આગળના દિવસોમાં રાખના આ વાદળનું નિરીક્ષણ ચાલુ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel