વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના મતદાર તરીકે, રાણીપની નિશાન સ્કુલ ખાતેના મત કેન્દ્ર પર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ, મીડિયાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મતદાન એ સામાન્ય દાન નથી. દેશમાં દાનનું મહત્વ છે. એ ભાવથી દેશવાસીઓ ત્રીજા ચરણના મતદાનમાં વધુને વધુ મતદાન કરે તેવી અપિલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકસભા ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલા બે તબક્કા અંગે ચૂંટણી પંચ અને સુરક્ષા એજન્સીના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું કે, પ્રથમ બે તબક્કામાં હિંસાની નહિંવત ઘટનાઓ સામે આવી છે. પહેલા ચૂંટણીના સમયે હિંસાના સમાચાર આવતા હતા. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરાવવા બદલ, ચૂંટણી પંચ, વહીવટી અધિકારીઓ અને સુરક્ષા સાથે જોડાયેલ તમામ એજન્સીઓની કામગીરીને બિરદાવવા લાયક છે.
આજે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી અંગે વડાપ્રધાને કહ્યું કે, લોકતંત્રનો ઉત્સવ છે. લોકોએ વધુને વધુ માત્રામાં મતદાન કરવું જોઈએ.