ઓડ શહેરમાં જિલ્લા શિક્ષણ સમિતિ આણંદ સંચાલિત પીએમ શ્રી કન્યા શાળા ઓડ વાષિઁકોત્સવ રંગોત્સવ કાર્યકમનું ૪ એપ્રિલ ૨૫ ના દિવસે આયોજન કરવામા આવ્યુ
આ પ્રસંગે આમંત્રિત મહેમાનો,દાતાઓ,ખાસ પધારેલ મહાનુભાવોનું સ્વાગત-સન્માન કરવામા આવુ.દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. શાળામાં ભણતી બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યકમ રજુ કર્યા.શિંક્ષિકા બહેનોએ તથા મહેમાનોએ બાળા ઓને આર્શીવચન આપી બાળાઓને પ્રોસાહિત કર્યા હતા.શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમનાં ભારોભાર વખાણ કર્યા હતાં. શાળા પરિવારને આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા આવ્યા હતા.તથા સન્માનિત કરવામા આવ્યા હતા.પધારેલ સૌએ સમગ્ર કાર્યક્રમની ભરપૂર પ્રશંસા કરી. આચાર્યએ આમંત્રિત મહેમાનો,ભોજનના દાતા ફાલ્ગુનભાઈ ભિખુભાઈ પટેલે શાળા પરિવાર અને બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.