ચોમાસું ક્યારે આવશે તેને લઈ હજુ પણ કોઈ સ્પષ્ટતા કરવામા નથી આવી. મુંબઈમાં ચોમાસાનું આગમન થાય પછી જ ગુજરાતમાં ચોમાસું આવશે. જોકે ભેજવાળા વાતાવરણના કારણે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. વાદળો ઘેરાશે પણ વરસાદ પડવાની સંભાવના નહિવત છે.
રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. દર વર્ષે 1 જૂનથી કેરલમાં ચોમાસુ બેસી જતુ હોય છે, જો કે આ વર્ષેે કેરલમાં પણ 8 જૂન બાદ ચોમાસાનું આગમન થયુ છે ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસુ આવશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.